Health tips: એક વાટકી મગનું રોજ સેવન કરવાથી સ્વાસ્થ્યને પહોંચે છે આ અદભૂત લાભ
મગની દાળ એ સૌથી લોકપ્રિય શાકાહારી સુપરફૂડમાંનં પૈકી એક છે. તે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે. લીલા મગ ખાવાના એક નહિ અનેક ફાયદા છે. જાણીએ વેઇટ લોસમાં કેવી રીતે કરે છે મદદ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલીલા મગ પોટેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. તે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે અને સ્નાયુ ખેંચાણને અટકાવે છે.
મગની દાળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને કોપર જેવા ખનિજોથી ભરપૂર છે. આ સિવાય તેમાં ફોલેટ, ફાઈબર અને વિટામિન B6 પણ હોય છે. લીલા મગ ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે
લીલા મગની દાળમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. તે શરીરમાં ઇન્સ્યુલિન, બ્લડ ગ્લુકોઝ અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
લીલા મગમાં સોજા વિરોધી ગુણ હોય છે જે ગેસના સંચયને અટકાવે છે. તે પચવામાં સરળ છે અને તમને સ્વસ્થ રાખવા માટે ઉત્તમ છે.
લીલા મગની દાળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે અને તે લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. એનિમિયાને રોકવા માટે, લાલ રક્ત કોશિકાઓની સારી માત્રા જરૂરી છે.
લીલા મગ ખાધા પછી, પેટ ભરેલું લાગે છે. જેથી ઓવરઇટિંગથી પણ બચી શકાય છે. જેથી વેઇટ લોસમાં પણ મદદ મળે છે. મગ મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે.