Summer Health Tips : ગરમીમાં આ ડ્રિન્કસનું સેવન ખતરનાક, માત્ર એક ઘૂંટડો પણ બનાવી દેશે બીમાર

Summer Health Tips : ઉનાળામાં ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે ચેતાવણી જાહેર કરવામાં આવી છે કે ઉનાળામાં ઠંડા પીણાના વધુ

Continues below advertisement
Summer Health Tips : ઉનાળામાં ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે ચેતાવણી જાહેર કરવામાં આવી છે કે ઉનાળામાં ઠંડા પીણાના વધુ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

Continues below advertisement
1/7
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે હીટ વેવ દરમિયાન કાર્બોરેટેડ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી ઝડપથી પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીની કમી વધી જાય છે. ચા અને કોફીમાં કેફીન જોવા મળે છે, જે શરીરનું તાપમાન વધારીને ડીહાઈડ્રેશનનું જોખમ વધારી શકે છે.
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે હીટ વેવ દરમિયાન કાર્બોરેટેડ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી ઝડપથી પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીની કમી વધી જાય છે. ચા અને કોફીમાં કેફીન જોવા મળે છે, જે શરીરનું તાપમાન વધારીને ડીહાઈડ્રેશનનું જોખમ વધારી શકે છે.
2/7
જો તમે આકરા તડકા અને આકરી ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા પીતા હોવ તો સાવચેત રહો. આ સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ (NPCCHL) એ ઠંડા પીણાને લઈને ચેતાવણી જાહેર કરી છે. આ સિવાય કાળઝાળ ગરમીમાં ચા અને કોફીને અવગણવાની પણ સલાહ આપવામાં આવે છે. આ કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક્સમાં ઘણી બધી ખાંડ હોય છે, જેનાથી શરીરમાં પાણી ઓછું થાય છે. ગરમીના સંપર્કમાં આવવાથી ઘણા જોખમો થઈ શકે છે.
3/7
બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાનું ટાળો. ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સ ન પીવો કારણ કે તેનાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. ચા, કોફી અને ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
4/7
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, હીટ વેવ દરમિયાન કાર્બોરેટેડ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી ઝડપથી પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીની કમી વધી જાય છે. ચા અને કોફીમાં કેફીન જોવા મળે છે, જે શરીરનું તાપમાન વધારીને ડીહાઈડ્રેશનનું જોખમ વધારી શકે છે. ગરમ હવામાનમાં પરસેવાને કારણે ઈલેક્ટ્રોલાઈટ્સ ઘટી જાય છે. તેથી આ વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ.
5/7
1. કોલ્ડ ડ્રિંક્સમાં વધારે માત્રામાં કેફીન અને શુગર હોય છે, જે શરીરમાંથી પાણીને ઝડપથી દૂર કરી શકે છે. આ ડિહાઇડ્રેશનનું જોખમ વધારે છે. 2. કોલ્ડ ડ્રિંક્સ શરીરના જરૂરી મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સને ખતમ કરી શકે છે, જેના કારણે થાક, માથાનો દુખાવો અને નબળાઈ લાવે છે.
Continues below advertisement
6/7
2. વધુ પડતા ઠંડા પીણા પીવાથી તમને વારંવાર તરસ લાગે છે, પરંતુ તેનાથી શરીરની પાણીની જરૂરિયાત પૂરી થતી નથી. તેના બદલે તે શરીરમાં પાણી ઘટાડે છે. 4. ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવું જરૂરી છે. વધુ પડતા ઠંડા પીણા પીવાથી હીટ સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.
7/7
ઉનાળામાં ડિહાઇડ્રેશનના જોખમો શું છે: શરીરમાં પાણીની ઉણપ બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા વધારી શકે છે. અતિશય પાણીના અભાવને લીધે, વ્યક્તિ ઝડપથી ગરમીનો શિકાર બની શકે છે. ઉનાળામાં પાણીની અછતથી નબળાઈ અથવા મૂંઝવણ થઈ શકે છે. પાણીના અભાવે કિડની અને મગજના કોષોને નુકસાન થાય છે. જે લોકો સિગારેટ, બીડી કે આલ્કોહોલનું સેવન કરે છે, તેઓમાં ડીહાઈડ્રેશનને કારણે લોહી જાડું થઈ શકે છે, જે લોહીના ગંઠાવાનું અને હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે.
Sponsored Links by Taboola