Copper or Glass Bottle: તાંબાની કે કાચની બોટલ, પાણી પીવા માટે કઈ વધારે સારી?
Copper or Glass Bottle: તાંબાની અને કાચની બોટલ બંનેમાં પાણી પીવાના પોતાના ફાયદાઓ છે. તાંબાની બોટલમાં રાખેલા પાણીમાં અલગ સ્વાદ અનુભવાય છે. કાચની બોટલમાં પાણી પીવાથી તેના સ્વાદમાં કોઈ ફેરફાર થતો નથી.
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/7
લોકો સામાન્ય રીતે ઋતુ પ્રમાણે પાણીની બોટલ બદલી લેતા હોઈએ છે. તેમાં કાચ અને તાંબાની બોટલ સૌથી વધુ વપરાય છે. તાંબાની બોટલમાં રાખેલું પાણી બેક્ટેરિયાને નષ્ટ કરવામાં મદદરૂપ થાય છે.
2/7
તાંબાની બોટલમાંનું પાણી શરીર માટે અનેક રીતે લાભદાયી માનવામાં આવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને સાંધાના દુખાવામાં રાહત આપવા મદદ કરે છે બીજી તરફ, કાચ કોઈ પણ પ્રકારનું રાસાયણિક તત્ત્વ પાણીમાં છોડતું નથી.
3/7
તાંબામાં કુદરતી રીતે એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. જો પાણી આશરે 16 કલાક સુધી તાંબાના વાસણ અથવા બોટલમાં રાખવામાં આવે, તો તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે. આ કારણે તાંબું પાણી શુદ્ધ રાખવામાં અને જીવાણુઓને નષ્ટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી તાંબાની બોટલમાં પાણી પીવું આરોગ્ય માટે લાભદાયી માનવામાં આવે છે.
4/7
તાંબાની બોટલમાંનું પાણી શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે અને ત્વચા માટે પણ લાભદાયી ગણાય છે. તાંબું શરીરમાં એન્ઝાઇમ્સની કાર્યક્ષમતાને સુધારે છે. ઉપરાંત, વજન ઘટાડવા અને હૃદય સંબંધિત રોગોમાં પણ તાંબું ફાયદાકારક હોય છે
5/7
કાચની બોટલમાં પાણી રાખવાથી તેમાં કોઈપણ પ્રકારના કેમિકલનું મિશ્રણ નથી થતું. પ્લાસ્ટિકની બોટલની સરખામણીમાં કાચની બોટલ વધારે સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે પ્લાસ્ટિકની બોટલમાં હાનિકારક તત્ત્વો હોય છે.
Continues below advertisement
6/7
કાચની બોટલ સામાન્ય રીતે સુરક્ષિત ગણાય છે, પરંતુ તેના ઢાંકણ પર લાગેલા પેઇન્ટના અત્યંત નાનાં કણો છૂટા પડી શકે છે. વપરાશ દરમિયાન ઘસાવ થવાથી આ કણો પાણીમાં ભળી શકે છે, જે આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી કાચની બોટલ લેતી વખતે તેના ઢાંકણની ગુણવત્તા સારી હોવી ખૂબ જ જરૂરી છે.
7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી
Published at : 07 Jan 2026 10:49 AM (IST)