કોરોનાનો ચેપ લાગ્યો છે? તો આ પાંચ વસ્તુઓ ખાવાની તાત્કાલિક છોડી દો, નહીં તો.........
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણના કેસો દેશમાં પુરઝડપે વધી રહ્યાં છે. વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, ત્યારે સરકારના આંકડા બતાવી રહ્યાં છે કે દેશમાં રિક્વરી રેટ સારો થઇ રહ્યો છે. ખાસ વાત છે કે, કોરોનાનો ચેપ લાગ્યા પછી પૉઝિટીવ દર્દીઓ હૉમ આઇસૉલેશન કે પછી હૉસ્પીટલાઇઝ્ડ થઇ જાય છે, અને ટ્રીટમેન્ટ બાદ તે રિક્વરી મેળવી લે છે. પરંતુ આ રિક્વરી માટે ખાસ ધ્યાન રાખવુ પડે છે આહારમાં, ખાવા-પીવામાં ડૉક્ટરોના જાણાવ્યા પ્રમાણે અમૂક વસ્તુઓને કોરોના પૉઝિટીવ દર્દીઓએ છોડી દેવી જોઇએ, જેથી ઇમ્યૂનિટી વધે અને રિક્વરી જલ્દી આવી શકે. જાણો આ વસ્તુઓ કઇ કઇ છે......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેડ મીટ ના ખાઓ..... કોરોના પૉઝિટીવ દર્દીઓએ રેડ મીટ અને પ્રૉસેસ્ડ મીટ ક્યારેય ના ખાવુ જોઇએ. આ સંતૃપ્ત વસાથી ભરપુર હોય છે, આને ખાવાથી દર્દીઓને સોજો આવી શકે છે. આની જગ્યાએ તમે ઇંડા, પરીનર, માછલી, ચિકન, બીન્સ, દાળ વગેરે ખાઇ શકો છો.
પ્રૉસેસ્ડ ફૂડ ના ખાઓ...... પેક કરેલા ફૂડ કોરોના પૉઝિટીવ દર્દીઓ માટે નુકશાનકારક છે, ડિબ્બાબંધ અને પેક ફૂડમાં સોડિયમ વધારે પ્રમાણમાં હોય છે. આ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. આનાથી ઇમ્યૂનિટી પર અસર પહોંચે છે અને સોજાની સમસ્યા ઉભી થઇ શકે છે. આ ઉપરાંત બટાકાની ચિપ્સ કે પછી બિસ્કીટ, મેગી પણ ના ખાવી જોઇએ.
મસાલેદાર ખાવાનાને ત્યજી દો..... કોરોના પીડિત લોકોએ મસાલેદાર ખાવાનુ ના ખાવુ જોઇએ, આનાથી ખાંસીની સમસ્યા વધી શકે છે. સાથે મરચુ પણ ના ખાવુ, મરચાંની જગ્યાએ કાળા મરચાંનુ સેવન યોગ્ય ગણી શકાય. મસાલેદાર ખાવાના કારણે રિક્વરીમાં મોડુ થઇ શકે છે.
તળેલો ખોરાક ના ખાઓ...... કેટલાક રિપોર્ટ્સ અનુસાર, દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો હોય તે સમયે તળેલા ખાવાનાથી શરીરને મોટુ નુકશાન થાય છે, કોરોના દર્દીઓને પણ આ નુકશાનકારક છે. આ ઇમ્યૂનિટીને કમજોર કરે છે, આ બૈડ કૉલેસ્ટ્રૉલને વધારે છે, જેના કારણે હ્રદય સંબંધિત બિમારીઓ થઇ શકે છે.
ઠંડા પીણા ના પીવા....... કોરોના દર્દીઓ જો ઠંડુ પીણું પીવે છે તો હંમેશા સોજાની સમસ્યા રહેશે. આવા ડ્રિક્સ કે પછી દારુથી રિક્વરીમાં મુશ્કેલી પડી શકે છે, ખાસ વાત છે કે આના સેવનથી દવાઓની અસર ઓછી થઇ જાય છે, જેથી મોટુ નુકશાન થઇ શકે છે.