Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Dengue: ડેંગ્યુ થાય તો જરૂર ખાવા જોઇએ આ પાંચ ફળો, પ્લેટલેટ્સ કાઉન્ટ તરત વધી જશે
ડેંગ્યુ તાવ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. ડેંગ્યુને કારણે શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થવા લાગે છે, જેના કારણે નબળાઈ આવે છે. સતત ઉલટી, તાવ અને માથાનો દુખાવો રહે છે. જેના કારણે શરીરની સ્થિતિ બગડવા લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડેંગ્યુમાંથી ઝડપથી સાજા થવા માટે વ્યક્તિએ પોતાના આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. તમારા આહારમાં વિટામિન સીથી ભરપૂર ફળોનો સમાવેશ કરો. બને એટલું પાણી પીઓ. શરીરને હાઇડ્રેટેડ રાખો. આનાથી ડેંગ્યુમાંથી ઝડપથી સાજા થવામાં મદદ મળશે અને ઘટી ગયેલા પ્લેટલેટ્સ પણ વધવા લાગશે. જાણો ડેંગ્યુના દર્દીએ કયા ફળ ખાવા જોઈએ?
કીવી- ડેંગ્યુના દર્દીઓને તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. કીવીમાં વિટામિન સી હોય છે જે શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે જે ડેંગ્યુના દર્દીઓ માટે રામબાણ સાબિત થાય છે. કીવીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જે તેને પચવામાં સરળ બનાવે છે. કીવી પ્લેટલેટ્સ વધારવામાં પણ મદદ કરે છે.
દાડમ- ડેંગ્યુના દર્દીઓ દાડમ ખાઈ શકે છે. દાડમમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે તમને ઘણી સમસ્યાઓથી બચાવે છે. દાડમ વિટામિન સીનો સ્ત્રોત પણ છે. દાડમ ખાવાથી શરીરમાં લાલ રક્તકણો વધે છે. દાડમને શરીરમાં લોહી અને હિમોગ્લોબિન વધારવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. દાડમ ખાવાથી થાક અને નબળાઈ દૂર થાય છે.
પપૈયું- ફાઈબરથી ભરપૂર પપૈયું ડેંગ્યુના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. પપૈયામાં વિટામિન સી અને વિટામિન એ મળી આવે છે. ડેંગ્યુમાં પણ પપૈયાના પાનનો રસ વપરાય છે. ડેંગ્યુના દર્દીઓ ઝડપથી સાજા થવા માટે પપૈયા ખાઈ શકે છે. સફરજન- ડેંગ્યુ હોય કે અન્ય કોઈ તાવ, સફરજન એક એવું ફળ છે જેને તમે સરળતાથી ખાઈ શકો છો. સફરજનમાં આવશ્યક વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે તાવમાંથી ઝડપથી સાજા થવામાં મદદ કરે છે. સફરજન ફાઈબરનો સારો સ્ત્રોત છે જે પેટને પણ સ્વસ્થ રાખે છે.