Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
જો કોઈ વ્યક્તિને તાવ સાથે શરીરમાં દુખાવો, ઉલટી, પેટમાં દુખાવો અને સ્નાયુઓમાં દુખાવાની ફરિયાદ હોય, તો આ ડેન્ગ્યુના ગંભીર લક્ષણો હોઈ શકે છે અને તમારે હોસ્પિટલમાં જવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડેન્ગ્યુમાં આંખોમાં દુખાવો અને શરીર પર લાલ ફોલ્લીઓ નીકળવા લાગે છે. આ શરીર પર ગંભીર લક્ષણો દેખાય છે. એટલું જ નહીં, નાક અને મોંમાંથી રક્તસ્રાવ પણ થવા લાગે છે. હાઈ બ્લડ પ્રેશર અને પ્લેટલેટ્સ ખૂબ ઝડપથી ઘટવા લાગે છે.
ડેન્ગ્યુ થવા પર તાવ તીવ્ર હોય છે, જે 104°F સુધી પહોંચી જાય છે. માથામાં અને સાંધાઓમાં ખૂબ જ વધારે દુખાવો થાય છે.
ઉલટી ઊબકા આવે છે. ગ્રંથિઓમાં સોજો આવી જાય છે અથવા ઉલટીમાં લોહી આવે છે. જ્યારે ડેન્ગ્યુના દર્દીનું પ્લેટલેટ્સ ઘટવા લાગે છે ત્યારે તેની સ્થિતિ જોખમી થવા લાગે છે.
ડેન્ગ્યુ થવા પર દર્દીનું પ્લેટલેટ કાઉન્ટ ઘટવા લાગે છે. ડેન્ગ્યુ થયાના 2થી 3 દિવસ પછી જ સ્થિતિ બગડવા લાગે છે. ખૂબ જ વધારે નબળાઈ અનુભવાય છે.