શું ડાયાબિટીસના દર્દીઓ ખજૂરનું સેવન કરી શકે, જાણો મહત્વની જાણકારી
ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી. તેમાં રહેલા પોષક તત્વો શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. ખજૂર પણ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દરરોજ ખજૂરના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખજૂરમાં હાઈ ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા ગુણો જોવા મળે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખજૂરમાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) હોય છે. તેથી, ડોકટરો તેને ખાવાની સલાહ આપે છે પરંતુ ખજૂર મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ. નહિંતર, તે નુકસાન પહોંચાડી શકે છે.
ખજૂરમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે. ખજૂરમાં સેલેનિયમ, કોપર, પોટેશિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે. ખજૂરમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ તણાવ ઓછો કરે છે. તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તેનાથી હાઈપરટેન્શનની સમસ્યા પણ દૂર થાય છે. ખજૂરમાં પોટેશિયમની માત્રા પણ ઓછી હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે.
ખજૂરના સેવનથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર લેવલ બરાબર રહે છે. આ સાથે શરીરમાં એનર્જી બની રહે છે. ખજૂરને કોઈપણ વસ્તુ સાથે ભેળવીને ખાવાથી વધુ ફાયદો થાય છે.
જો તમારું શુગર લેવલ વધારે છે તો સાવધાની સાથે ખજૂરનું સેવન કરો. જો તમે અડધો કપ ખજૂરનું સેવન કરો છો તો ઓછામાં ઓછી 95 થી 100 કેલરી તમારા શરીરમાં જાય છે. ખજૂરમાં વધારે કેલરી હોય છે અને તેથી એનર્જી પણ મળે છે. તેનાથી વજન પણ વધી શકે છે. તેથી, દરરોજ મર્યાદિત માત્રામાં જ ખજૂરનું સેવન કરો.
મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા પ્રકારના ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે. પરંતુ જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તમે સરળતાથી રોગોનો શિકાર બની શકો છો. ખજૂરમાં આવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
ખજૂરના સેવનથી અન્ય ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થાય છે. સવારે વહેલા ખાલી પેટ ખજૂર ખાવાથી બમણા લાભ મળે છે. દરરોજ શિયાળામાં ખજૂરનું સેવન કરવું જોઈએ.