Health: ભૂલથી પણ આ ફળ ખાધા બાદ ન પીશો પાણી, જાણો આ આદતથી શું થશે નુકસાન
ફળ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરેક ફળ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. જો કે, ફળો ખાવાના પણ કેટલાક નિયમો છે. દરેક વસ્તુ સાથે ફળ ખાવાથી પણ નુકસાન થઈ શકે છે.ખાસ કરીને કેટલાક ફળો સાથે પાણી ન પીવું જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેળા-ઊર્જાના મજબૂત સ્ત્રોત કેળા છે. કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કબજિયાત અને પેટની સમસ્યામાં રાહત મેળવવા માટે કેળાને ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે કેળા ખાધા પછી પાણી પીશો તો પાચનતંત્ર બગડી શકે છે.
જામફળ-ફોલિક એસિડ, પોટેશિયમ અને કોપરની સાથે ફાઈબર, વિટામિન એ અને વિટામિન સીથી ભરપૂર જામફળ ખાવાથી પાચનની સમસ્યામાં મદદ મળે છે. પરંતુ જામફળ ખાધા પછી પાણી પીવું ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી પાચનક્રિયા બગડી શકે છે.
દાડમ-દાડમના લાલ દાણાનો ઉપયોગ શરીરમાં લોહી વધારવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે થાય છે. આ ખાધા પછી ભૂલથી પણ પાણી ન પીવું જોઈએ. જો તમે દાડમ ખાધા પછી પાણી પીઓ છો, તો ઉબકા, એસિડિટી અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે.
સાઇટ્રસ ફળો-નારંગી, આમળા, દ્રાક્ષ જેવા ખાટા ફળો ખાધા પછી પણ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી શરીરના પીએચ લેવલમાં ખલેલ પડી શકે છે. આ પાચન તંત્રને નુકસાન પહોંચે છે.
તરબૂચ-શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવા માટે તરબૂચ ખૂબ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તરબૂચ પોતે પાણીયુક્ત ફળ છે, પરંતુ જો તમે તેને ખાધા પછી પાણી પીશો તો પાચનતંત્ર બગડે છે. તેનાથી લૂઝ મોશનની સમસ્યા પણ થઈ શકે છે.