Health Tips: રોટલી બનાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો સ્વાસ્થ્ય પર પડશે ભારે
ભારતીય ઘરોમાં રોટલી બે વાર તૈયાર કરવામાં આવે છે. અને આવું મોટાભાગના ઘરોમાં થાય છે. જો કે, તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે રોટલી બનાવતી વખતે આપણે ઘણીવાર ભૂલ કરીએ છીએ. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાળ, શાક અને ભાત સિવાય જો થાળીમાં રોટલી ન હોય તો આખી થાળી અધૂરી લાગે છે. આજે અમે તમને રોટલી બનાવવાની રીત વિશે જણાવીશું.
લોટ બાંધ્યા બાદ તરત જ રોટલી ન બનાવોઃ લોકો ઘણીવાર લોટ બાંધ્યા બાદ તરત જ રોટલી બનાવે છે. જ્યારે આવું ન કરવું જોઈએ. લોટ બાંધીને તેને કવર કરીને દસ મિનિટ મૂકી રાખવા દેવો જોઇએ
લોખંડના તવાનો ઉપયોગ કરોઃ કેટલાક લોકો નોન-સ્ટીક પાનનો ઉપયોગ કરે છે, પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, તે સ્વાસ્થ્ય માટે સારું નથી. જો તમે પણ કરો છો તો આ આદતને આજે જ બદલી નાખો
રોટલી રાખવાની રીતઃ મોટાભાગના લોકો તેને લાંબા સમય સુધી ગરમ રાખવા માટે તેને હોટકેસમાં રાખે છે. અથવા એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરો, તેમ કરવું પણ યોગ્ય નથી
આજકાલ લોકો ચક્કીનો લોટ નથી ખાતા પણ પેક કરેલ લોટ ખાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
આજકાલ લોકો ઘઉંને બદલે મલ્ટી-ગ્રેન લોટ ખાય છે. કારણ કે તે સ્વાસ્થ્ય માટે વધુ સારો છે.