General Knowledge: શું બદામ ખાવાથી તમારું મગજ ખરેખર તેજ બને છે? એક્સપર્ટે જણાવ્યું તેની પાછળનું વિજ્ઞાન
નિષ્ણાતોના મતે એ વાત સાચી છે કે બદામ મગજને તેજ બનાવે છે. કારણ કે બદામમાં કેટલાક તત્વો મળી આવે છે, જે મગજના કોષોનો વિકાસ કરે છે અને તમને સતર્ક બનાવે છે. તેનાથી ખાસ કરીને મેમરી લોસની સમસ્યા નથી થતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિવાય બદામમાં રોબોફ્લેવિન અને એલ-કાર્નેટીન જેવા તત્વો હોય છે, જે ખાસ કરીને મગજના કોષોને રિપેર કરવાનું કામ કરે છે. જેના કારણે મન હંમેશા સક્રિય રહે છે.
આટલું જ નહીં બદામમાં પ્રોટીન હોય છે, જે મગજના કાર્યને સુધારે છે. આ સિવાય બદામ ખાવાથી મગજના કોષો તેજ થાય છે અને યાદશક્તિ પણ વધે છે.
નિષ્ણાતોના મતે, બદામ ખાવાની સૌથી સારી રીત એ છે કે તેને ખાસ કરીને રાત્રે પલાળી રાખો. આ રીતે ખાવાથી તમને વધુ પોષક તત્વો મળે છે.
આ સિવાય બદામને માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.