Diabetes And Food: શું રોટલી અને શાક ખાવાથી પણ વધે છે શુગર ? ડાયાબિટીસના દર્દીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે

Diabetes And Food: ભારતીય ભોજન દેખાવમાં સાદું હોય છે પરંતુ તેનામાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધારે હોય છે. ખાસ કરીને ભાત, રિફાઇન્ડ લોટની રોટલી, તળેલા શાકભાજી અને મીઠી ચા.

Continues below advertisement

ડાયાબિટીસ અને ખોરાક

Continues below advertisement
1/6
ભારત દેશમાં ઝડપથી વધી રહેલા ડાયાબિટીસના કેસને જોતા પ્રશ્ન ઊભો થાય છે કે શું રોજની રોટલી અને શાક ખાવાથી ડાયાબિટીસ થાય ? ઘણા લોકો ડોક્ટર પાસે જઈને કહે છે કે તે લોકો ભાત ખાતા નથી. ફક્ત ઓટ્સ કે દલિયા જેવી હેલ્ધી વસ્તુઓ જ ખાય છે.
2/6
ભારતીય ભોજન સામાન્ય દેખાય છે. પરંતુ તેમાં કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે. ખાસ કરીને ભાત, રિફાઇન્ડ લોટની રોટલી, તળેલા શાક અને મીઠી ચા. આ બ્લડ શુગરને ઝડપથી વધારવામાં મદદ કરે છે. આ ખોરાકમાં ફાઇબર અને પ્રોટીનની અછત હોવાને કારણે શુગર લેવલ અચાનક વધી શકે છે.
3/6
ઘરમાં બનતી રોટલી અને શાક ખાવાથી પણ શુગર વધી શકે છે પરંતુ એ આધાર રાખે છે કે તમે તેને કેવી રીતે અને કેટલું ખાઓ છો. જો થાળીમાં સંતુલિત આહાર હોય જેમ કે 3થી 4 રોટલી તેની સાથે એક વાટકી દાળ, પૂરતું શાકભાજી અને થોડું દહીં અથવા પનીર તો આ હેલ્ધી કોમ્બિનેશન બની શકે છે.
4/6
ઉપરાંત રિફાઇન્ડ ઘઉંના લોટની જગ્યાએ બાજરી, જુવાર અથવા મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરવાથી શુગર નિયંત્રણમાં રહે છે પરંતુ વધારે પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી આ સંતુલન બગડે છે. જેના કારણે બ્લડ શુગર, પાચન અને વજન પર સીધી અસર પડે છે.
5/6
શુગર નિયંત્રણમાં રાખવા માટે ડાયાબિટીસ દર્દીઓએ દિવસની શરૂઆત ગરમ પાણી અને ભીંજવેલા સૂકા મેવા સાથે કરવી જોઈએ. ભોજન પછી 10થી 15 મિનિટ હળવું ચાલવું જોઈએ. સાથે રોજ યોગ પણ કરવો જરૂરી છે. સંતુલિત આહાર અને સારી લાઇફસ્ટાઇલથી ડાયાબિટીસને ઘણી હદ સુધી નિયંત્રણમાં રાખી શકાય છે.
Continues below advertisement
6/6
Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Sponsored Links by Taboola