ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6

શિયાળાની ઋતુમાં ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા કેરોટીન, વિટામીન A, K, C, B6, E, ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ અને કોપર સહિતના ઘણા તત્વો જોવા મળે છે. આ જ્યુસનું સેવન કરવાથી આંખોથી લઈને હૃદય સુધીનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે.
2/6
બીટા-કેરોટીન અને વિટામિન એ મજબૂત એન્ટી-ઓક્સીડેન્ટ છે, જે કોષોને નુકસાન થવાથી બચાવે છે અને ઘણા રોગોના જોખમને પણ દૂર કરે છે. ચાલો જાણીએ તેના ફાયદા વિશે.
3/6
ગાજર આંખો માટે ખૂબ જ હેલ્ધી છે. તેમાં જોવા મળતા કેરોટીનોઈડ્સ જેવા કે લ્યુટીન, ઝેક્સાન્થિન લેન્સ અને રેટિનાને સુરક્ષિત કરે છે. આ સાથે જ તે બ્લૂ લાઈટને એબ્જોર્વ કરવાથી પણ રોકે છે. બીટા-કેરોટીન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે અને આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.
4/6
ગાજરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ઘણા પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે. જો ગાજરનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટના કેન્સરનો ખતરો દૂર થઈ શકે છે.
5/6
જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો હેલ્થ એક્સપર્ટ તેને ગાજરનો જ્યુસ પીવાની સલાહ આપે છે. ગાજરમાં ફાઈબર મળી આવે છે, જે કબજિયાતને અટકાવે છે અને ડાયાબિટીસને રોકવામાં પણ મદદ કરી શકે છે.
Continues below advertisement
6/6
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આજથી જ તમારા આહારમાં ગાજરનો રસ સામેલ કરો. વિટામિન સીની હાજરીને કારણે, તે શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારવાનું કામ કરે છે.
Published at : 19 Nov 2024 05:26 PM (IST)