Rain Water: શું વરસાદની પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ? શું તમારે તેને પીવું જોઈએ ?
વિશ્વના ઘણા ભાગોમાં પાણીની અછત છે. આ સ્થિતિમાં આ સમસ્યાને દૂર કરવા માટે લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરે છે અને તેનો ઉપયોગ કરે છે. ઘણા લોકો આ પાણી પીવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ આ પ્રશ્ન હંમેશા પૂછવામાં આવે છે કે લોકોએ વરસાદનું પાણી પીવું જોઈએ કે નહીં ? હકીકતમાં જૂના સમયમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું તેથી તે દિવસોમાં લોકો વરસાદનું પાણી પીતા હતા.
જો કે આજકાલ પર્યાવરણમાં પ્રદુષણ એટલું વધી ગયું છે કે લોકો વરસાદના પાણીને સ્પર્શતા પણ ડરે છે. પરંતુ આજે પણ કેટલાક લોકો એવા છે જેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરીને પીવા માટે ઉપયોગ કરે છે. જ્યારે આવું બિલકુલ ન કરવું જોઈએ.
વાતાવરણ પ્રદુષિત થવાને કારણે વરસાદી પાણી પણ પ્રદુષિત થાય છે. તેમાં સૂક્ષ્મ કણો પણ હોઈ શકે છે. જે તમને ફેફસાની સમસ્યાઓ, ચેપ અને ઝાડા જેવા ગંભીર રોગોના દર્દી બનાવી શકે છે.
વરસાદનું પાણી પ્રદૂષિત હોવાથી દરેક વ્યક્તિએ તેને પીવાનું ટાળવું જોઈએ. વરસાદનું પાણી પીવાને બદલે, તમે તેનો ઉપયોગ કપડાં ધોવા, વાસણ ધોવા, છોડને પાણી આપવા, સ્નાન વગેરે માટે કરી શકો છો.