ખજૂર ખાવાની સાચી રીત જાણો, ત્યારે જ શરીરને મળશે ફાયદા, જાણો કેટલી માત્રામાં ખાવી જોઈએ
શિયાળાની ઠંડીમાં ખજૂર શરીરને અદભૂત ફાયદા આપે છે. ખજૂર તાજી અને સૂકી બંને રીતે ખાઈ શકાય છે. સૂકી ખજૂર તૈયાર કરવી સરળ છે. તેનો ઉપયોગ સલાડ, સ્મૂધી, ઓટમીલ, મીઠાઈઓ અને અન્ય ઘણી વાનગીઓમાં થઈ શકે છે. ખજૂર સ્વાદ ઉપરાંત તે તમને સ્વસ્થ રાખવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખજૂર ખાવાની સાચી રીત અને માત્રા જાણવી જરૂરી છે, જેથી વ્યક્તિ તેના તમામ સ્વાસ્થ્ય લાભ મેળવી શકે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે દિવસમાં કેટલી ખજૂર ખાવી, કયા સમયે અને કોની સાથે ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે સારું છે.
ખજૂર ખાતા પહેલા ગંદકી અથવા જંતુઓ દૂર કરવા માટે તેને સારી રીતે ધોઈ લો. પછી જ ખજૂરનું સેવન કરવું જોઈએ. સવારે ખજૂર ખાવાથી ફાયદો થાય છે, કારણ કે તે દિવસભર શરીરને ઉર્જાવાન રાખે છે. સવારે ખજૂરના સેવનથી ડબલ ફાયદા મળે છે. સામાન્ય રીતે તમે ગમે તે સમયે તેનું સેવન કરી શકો છો.
જો તમે ગરમ દૂધ સાથે ખજૂરનું સેવન કરો છો તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધ અને ખજૂર બંને શરીરને અનેક પ્રકારના લાભ પહોંચાડે છે. જો બંનેનું મિશ્રણ કરી ખાવામાં આવે તો શરીરને અનેક લાભ થશે.
દરરોજ 3 થી 4 ખજૂર ખાવાથી આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તમારું એનર્જી લેવલ વધારવાની સાથે તે તમારી પાચનશક્તિને પણ મજબૂત બનાવે છે.
દરરોજ ખજૂરનું સેવન કરવાથી શરીરને ઘણા પોષકતત્વો મળે છે. તમે ખજૂરના સેવનથી અનેક બીમારીઓને પણ દૂર રાખી શકો છો.