Morning Tea: શું તમે પણ દરરોજ સવારે ચા સાથે બિસ્કિટ ખાઓ છો? જાણો આ આદત કેટલી છે ખતરનાક ?
Morning Tea: મોટાભાગના બિસ્કિટ રિફાઇન્ડ લોટ, વધુ પડતી ખાંડ અને પ્રિઝર્વેટિવ્સથી બનાવવામાં આવે છે. ચા સાથે બિસ્કિટ ખાવાથી બ્લડ સુગરમાં અચાનક વધારો થઈ શકે છે અને શરીર પર નકારાત્મક અસર પડી શકે છે.
Continues below advertisement
સવારે ચહા સાથે બિસ્કિટ ખાવાના ખતરા
Continues below advertisement
1/6
ચામાં રહેલું કેફીન એસિડિટી વધારે છે. બિસ્કિટમાં રહેલા રિફાઇન્ડ લોટ અને ખાંડ એસિડિટીમાં વધારો કરે છે.
2/6
સવારે સૌથી પહેલા મીઠા અથવા રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સવાળા બિસ્કિટ ખાવાથી બ્લડ સુગર ઝડપથી વધી શકે છે અને પછી અચાનક ઘટી પણ શકે છે. આ આદત ડાયાબિટીસ તરફ દોરી શકે છે.
3/6
ચા અને બિસ્કિટનું મિશ્રણ આંતરડામાં સારા બેક્ટેરિયાને નબળા પાડે છે. આ પાચન કાર્યક્ષમતા ઘટાડે છે.
4/6
સવારની ચા સાથે બિસ્કિટ ખાવાની નકારાત્મક અસરોને ટાળવા માટે તમે તમારી સવારની શરૂઆત એવા પીણાંથી કરી શકો છો જે આંતરડાના સ્વાસ્થ્ય અને ચયાપચયમાં સુધારો કરે છે.
5/6
ચા અને બિસ્કિટને બદલે તમે તમારી સવારની શરૂઆત વરિયાળીનું પાણી, એલોવેરાનો અથવા નારિયેળ પાણીથી કરી શકો છો.
Continues below advertisement
6/6
Disclaimer: અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 10 Dec 2025 02:57 PM (IST)