Epilepsy Symptoms: ખેંચ આવવાથી શરીરમાં જોવા મળે છે આ લક્ષણો
Epilepsy A Serious Disease: એપીલેપ્સી એક ગંભીર ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર છે. આ મગજનો ગંભીર રોગ છે જેમાં કોષો યોગ્ય રીતે કામ કરતા નથી. આમાં ખેંચ આવે છે. એપીલેપ્સી મગજને લગતો ગંભીર રોગ છે. જે મનને નબળું પાડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWHO ના રિપોર્ટ અનુસાર, સમગ્ર વિશ્વમાં લગભગ 50 મિલિયન લોકો એપિલેપ્સીથી પીડિત છે. દરેક ઉંમરના લોકોને આનું જોખમ રહેલું છે. જો કે તેની સારવાર શક્ય નથી, પરંતુ કેટલાક લોકોને આ રોગની દવાઓથી અસર થતી નથી. આવી સ્થિતિમાં તેને મેનેજ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.
એપીલેપ્સીના લક્ષણોની વાત કરીએ તો શરીરમાં દુખાવો, જડતા અને બેભાન થવું. અચાનક ડર અથવા ગભરાટ એ એપીલેપ્સીના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.
એપીલેપ્સીના અનેક કારણો હોઇ શકે છે જેમ કે સ્ટ્રોક, બ્રેઈન સ્ટ્રોક, માથામાં ઈજા, ડ્રગ્સ અથવા આલ્કોહોલ, બ્રેઈન ઈન્ફેક્શન જેવા ઘણા કારણો હોઈ શકે છે.
NHS મુજબ, એપીલેપ્સીમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દવાઓ એન્ટી-એપીલેપ્ટિક દવાઓ (AED) છે. 10 માંથી લગભગ 7 લોકો આ દવાઓનો ઉપયોગ કરીને એપીલેપ્સીને કંન્ટ્રોલ કરે છે.