Weight loss:વજન ઘટાડવમાં કારગર છે આ ટિપ્સ, આ નુસખાથી આપ આપનું વજન ઘટાડી શકો છો
આજકાલ દસમાંથી 7 લોકો બેલી ફેટ અને વધતાં વજનની સમસ્યાથી પરેશાન છે. તો સામાન્ય નુસખાથી કેવી રીતે વજન ઘટાડી શકાય જાણીએ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આપ વજન ઘટાડવા ઇચ્છતા હો તો રોજ સવારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવો. અથવા તો જીરા પાણીમાં લીંબુ નાખીને પણ પી શકાય આ પ્રયોગ વજન ઘટાડવા માટે કારગર છે. આ પાણી પીધા બાદ 2 કલાક સુધી કઇ પણ ખાવાનું અવોડ કરો.
દિવસમાં કમસે કમ 5થી6 લિટર પાણી પીવો, તેથી ત્વચા અને બોડી હાઇડ્રેઇટ રહે છે અને વજન ઉતારવામાં પણ મદદ મળે છે.
જમ્યા બાદ અડધા કલાક સુધી પાણી પીવાનું ટાળો, તેમજ જમ્યા બાદ 20થી30 ટહેલવાની આદત પાડો.
એક સમય ઠાંસી-ઠાંસીથી ખાવાના બદલે અલ્પ આહાર લેવાની આદત પાડો. લંચમાં 2 રોટલી, સબ્જી અને એક વાટકી દાળ-ભાત લેવું પુરતું છે. લંચની સાથે છાશ અને દહીનું સેવન અવશ્ય કરો. તેનાથી પાચનતંત્ર દુરસ્ત રહે છે અને મોટાબોલિઝમ સારૂ રહે છે.
આપના ડાયટમાં વધુને વધુ સલાડ અને ફળોને સામેલ કરો. આ પ્રકારનું ડાયટ પણ વજન ઉતારવામાં કારગર સાબિત થાય છે. એક કલાક રોજ વર્કઆઉટ માટે ફાળવો,. રનિંગ, પ્લેન્ક, જંપિગ જેકને વર્ક આઉટમાં સામેલ કરો. તેનાથી વેઇટ લોસમાં મદદ મળે છે.