Snacks To Avoid After 6 PM: સાંજે 6 વાગ્યા પછી ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, નહીં તો આવશે ગંભીર પરિણામ

Snacks To Avoid After 6 PM: સાંજના સમયે મોટાભાગના લોકો નાસ્તા ખાઈને પેટ ભરી લે છે. પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે નિષ્ણાતો આ અંગે શું કહે છે.

Continues below advertisement

બિનઆરોગ્યપ્રદ સાંજના નાસ્તા

Continues below advertisement
1/6
સાંજ પડતાં કંઈક ખાવાની ઈચ્છા થવી એકદમ સામાન્ય છે. પરંતુ આ સમયે તળેલા અને વધુ મીઠા પદાર્થો સૌથી વધુ નુકસાન કરે છે. સ્વાદના ચક્કરમાં આપણે એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ જે પાચનતંત્ર અને મેટાબોલિઝમ બગાડી દે છે.
2/6
નિષ્ણાતો સલાહના મૂજબ સમોસા, જલેબી, પાણીપુરી, વડા પાવ, કચોરી, ફ્રાઇડ મોમોઝ અને નમકીન જેવા ખોરાકથી સાંજના 6 વાગ્યા પછી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત બર્ગર અને વધુ માખણવાળી પાવ ભાજી પણ ટાળવી જોઈએ.
3/6
લાંબા સમય સુધી આ આદત શરીરમાં વધુ કેલરી, ચરબી અને શુગર ઉમેરે છે. તેનો સીધો અસર વજન વધવું, ગેસ, એસિડિટી અને બ્લડ શુગર પર પડે છે.
4/6
તળેલા ખોરાક અને ટાઇપ-2 ડાયાબિટીસ વચ્ચે સીધો સંબંધ હોય છે. જે લોકો વધુ તળેલું ખાય છે તેમનો બ્લડ શુગર કંટ્રોલ નબળો રહે છે અને ઇન્સ્યુલિન રેસિસ્ટન્સનો ખતરો વધી જાય છે.
5/6
આ સંશોધનમાં એ પણ સામે આવ્યું કે તળેલો ખોરાક આંતરડાની તંદુરસ્તી બગાડે છે. સારા બેક્ટેરિયા ઘટી જાય છે અને સોજો વધે છે. ભૂખ અને બ્લડ શુગર નિયંત્રિત કરનારા જરૂરી હોર્મોનનું સ્તર પણ ઘટી શકે છે.
Continues below advertisement
6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Sponsored Links by Taboola