Health : જીવનભર પાસે ફરકશે પણ નહિ બીમારી, બસ આ પાંચ નેચરલ ફૂડને રૂટીન ડાયટમાં કરો સામેલ
Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/8

કેટલાક લોકો સરળતાથી શરદી, ઉધરસ, તાવ, ફ્લૂ અને ઈન્ફેક્શનનો શિકાર બની જાય છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી નબળી રોગપ્રતિકારક શક્તિ આ તમામ રોગોનું સૌથી મોટું કારણ છે. નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે શરીર અનેક રોગોથી પ્રભાવિત થઈ શકે છે.
2/8
આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકો છો. ચાલો જાણીએ, Healthline.com મુજબ, કેટલીક પ્રાકૃતિક વસ્તુઓ વિશે, જેનું સેવન કરીને તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકો છો.
3/8
ખાટાં ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જેનું સેવન કરવાથી શરીરમાં શ્વેત રક્તકણો વધે છે, જે ચેપ સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે. આવી સ્થિતિમાં, તમે નારંગી, દ્રાક્ષ, લીંબુ, કીવી, જેવા ખાટા ફળોનું સેવન કરવુ જોઇએ.
4/8
લાલ કેપ્સીકમ: સામાન્ય રીતે દરેક વ્યક્તિ લીલા કેપ્સીકમનું સેવન કરે છે. જો કે, લાલ કેપ્સીકમ વિટામિન સી, વિટામિન એ અને બીટા કેરોટીન જેવા ગુણોથી ભરપૂર છે. આવી સ્થિતિમાં લાલ કેપ્સીકમ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે ત્વચા અને આંખના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
5/8
બ્રોકોલી: લીલા શાકભાજીમાંની એક બ્રોકોલી, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, ફાઇબર અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણોનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવા માટે બ્રોકોલીનું સેવન શ્રેષ્ઠ છે. કાચી બ્રોકોલી ખાવી સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક છે
Continues below advertisement
6/8
લસણ: લસણનો ઉપયોગ ભોજનમાં સ્વાદ ઉમેરવા માટે થાય છે, પરંતુ ઔષધીય તત્વોથી ભરપૂર લસણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. લસણમાં હાજર સલ્ફર સંયોજનો ચેપ સામે લડવામાં મદદરૂપ છે. લસણનું સેવન હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ અસરકારક સાબિત થાય છે.
7/8
આદુઃ ઔષધીય ગુણોથી ભરપૂર આદુ શરીરની શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કારગર છે. આદુમાં રહેલું જીંજરોલ નામનું તત્વ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે-સાથે સોજો, શરદી અને દુખાવામાં પણ રાહત આપે છે. આદુ ખાવાથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું થાય છે.
8/8
પાલકઃ આયર્નથી ભરપૂર પાલકમાં વિટામિન સી, વિટામિન એ, એન્ટીઑકિસડન્ટ અને બીટા કેરોટિન પણ મોટી માત્રામાં જોવા મળે છે, જેનું સેવન ચેપ સામે લડવામાં મદદરૂપ થાય છે. પાલક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. ખાસ કરીને પાલક સાથે બ્રોકોલીનું સેવન તમારા જીવનનું સ્વાસ્થ્ય રહસ્ય સાબિત થઈ શકે છે.
Published at : 17 Sep 2023 11:36 AM (IST)