Health Tips: H3N2 વાયરસના પ્રકોપ વચ્ચે સ્વસ્થ રહેવા માટે માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ
H3N2 વાયરસના વધતા જતા કેસ ચિંતાનો વિષય છે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ, 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધીમાં, દેશમાં H3N2 ના 451 કેસ નોંધાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્લૂનો સામનો કરવા માટે ત્રણ બાબતો મહત્વપૂર્ણ છે - માસ્ક, દવાઓ અને ખોરાક. કોઈપણ ચેપ અને ફ્લૂ સામે લડવામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં, આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે સારો અને પર્યાપ્ત પૌષ્ટિક આહાર મહત્વપૂર્ણ છે. જ્યારે તમને ફ્લૂ હોય ત્યારે તમારા આહાર પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વિટામિન ડી - ફોર્ટિફાઇડ દૂધ અને ડેરી ઉત્પાદનો, મશરૂમ્સ, ઇંડા અને માછલીના સેવનથી ઇમ્યુનિટી બૂસ્ટ થશે.
વિટામિન એ - ગાજર, શક્કરિયા, પપૈયા, જરદાળુનું કરો સેવન, જે રોગ પ્રતિકારશક્તિ વધારે છે.
વિટામિન સી – વિટામિન સીથી ભરપૂર લીંબુ, આમળા, ટામેટા, નારંગી, જેવા તમામ ખાટાં ફળોનું સેવન કરો
ઝીંક અને સેલેનિયમ - ચિયા બીજ, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ, આખા કઠોળ, આખા અનાજ, કાળા તલ, ઇંડા, માછલી જેવા બીજને ડાયટમાં સામેલ કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે.
વિટામિન ઇ - સૂર્યમુખીના બીજ, કુસુમના બીજ, બદામ અને પિસ્તાને ડાયટમાં કરો સામેલ