Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
મોંઢામાંથી આવતી ખરાબ દુર્ગંધથી આ રીતે મેળવો છુટકારો, કરો આ ઉપાય
મોંઢામાંથી આવતી દુર્ગંધ પાછળ ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે યોગ્ય રીતે બ્રશ ન કરવું અથવા તીવ્ર ગંધ ધરાવતો ખોરાક ખાવો, જેમ કે કાચી ડુંગળી વગેરે. આ સિવાય ક્યારેક મોઢાના સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાના કારણે પણ શ્વાસની દુર્ગંધની સમસ્યા થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોંઢામાંથી આવતી દુર્ગંધના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ સ્વસ્થ વ્યક્તિના શ્વાસમાં દુર્ગંધ આવવાનું મુખ્ય કારણ દાંતને યોગ્ય રીતે સાફ ન કરવું છે.
વ્યક્તિએ હંમેશા પાણી પીતા રહેવું જોઈએ. આમ કરવાથી તમે તમારી જાતને હંમેશા હાઇડ્રેટેડ રાખી શકો છો. પાણી પીવાથી મોંમાં લાળ ઉત્પન્ન થાય છે, જે બેક્ટેરિયાને વધતા અટકાવે છે અને શ્વાસની દુર્ગંધને અટકાવે છે.
આપણી જીભ પણ શ્વાસની દુર્ગંધનું કારણ બની શકે છે, કારણ કે આપણી જીભ પર પણ બેક્ટેરિયા હોય છે. જેના કારણે મોંઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેથી, દરરોજ સવારે અને સાંજે તમારા દાંત સાફ કર્યા પછી, તમારી જીભને ચોક્કસપણે સાફ કરો.
ખાવા-પીવાથી આપણા મોઢાના સ્વાસ્થ્યને પણ અસર થાય છે, જેનાથી શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. આવી સ્થિતિમાં તમારા આહારમાં ફાઈબર, મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો.
શ્વાસની દુર્ગંધ દૂર કરવા ગરમ પાણીથી કોગળા કરવા જોઈએ. આ માટે ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરવા જોઈએ.
જો તમને તમારા મોંમાંથી દુર્ગંધ આવતી હોય, તો તમારે નિયમિત તપાસ માટે દાંતના ડોક્ટરની મુલાકાત પણ લેવી જોઈએ.