Green Tea Benefits: શું જમ્યા બાદ ગ્રીન ટી પીવાથી વજન ઘટવામાં મળે છે મદદ
Green Tea Benefits: વધતી સ્થૂળતા પર નિયંત્રણ મેળવવા માટે લોકો ગ્રીન ટી પીવાનું શરૂ કરે છે, પરંતુ શું તેનાથી કોઈ ફાયદો થાય છે? ગ્રીન ટી સંબંધિત મૂંઝવતા પ્રશ્નોના જવાબ અહીં મેળવીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રીન ટીમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે તમને અંદરથી તાજગીનો અનુભવ કરાવે છે, તો ઘણીવાર તમે લોકો પાસેથી સાંભળ્યું જ હશે કે સવારે વહેલા ઊઠીને ગ્રીન ટીનું સેવન કરવું ફાયદાકારક છે.
ગ્રીન ટી પીવાથી આપણે દરરોજ શરીરના સોજા અને કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનથી દૂર રહી શકીએ છીએ
નિષ્ણાતો માને છે કે, લીલી ચા સીધી વજન ઘટાડવામાં મદદ કરતી નથી, પરંતુ તે વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી ચોક્કસ બનાવે છે.
આ પછી જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે આ મિશ્રણની એક ચમચી ગરમ પાણીમાં નાખીને ઉકાળો અને જ્યારે પાણીનો રંગ બદલાઈ જાય ત્યારે તેને ગાળીને ગરમાગરમ પી શકો છો.
જો તમે ઈચ્છો તો તમે સરળતાથી ઘરે પણ ગ્રીન ટી બનાવી શકો છો. આ માટે તમારે ફુદીનો, તુલસી અને લીંબુના પાનને તડકામાં સૂકવી દેવાના બાદ તેનો જ્યારે પણ ઉપયોગ કરવો હોય પાણી સાથે ઉકાળી દેવાના
ગ્રીન ટી ખાલી પેટે ન પીવી જોઇએ, જો તેને દિવસમાં ઘણી વખત પીવામાં આવે તો તે ભૂખ પણ ઓછી કરે છે. ખાલી પેટ ગ્રીન ટી પીવાથી પેટમાં બળતરા થાય છે અને વ્યક્તિને કંઈપણ ખાવાનું મન થતું નથી. આટલું જ નહીં આના કારણે એસિડ બનવા લાગે છે અને પેટમાં દુખાવો પણ થવા લાગે છે.