કેળા છે ગુણોનો ભંડાર, જાણો રોજ 2 કેળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને કેવા થાય અદભૂત ફાયદા
ડાયાબિટીસના દર્દીઓ માટે કેળું ખાવું ખૂબ જ ફાયદાકારક છે. આનાથી બ્લડ શુગરને ખૂબ જ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએનીમિયા એટલે કે શરીરમાં હિમોગ્લોબીનની કમી. જો કોઇ વ્યક્તિમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો નિયમિત કેળાના સેવનથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દૂર થાય છે. કેળામાં ભરપૂર માત્રામાં આયરન મોજૂદ છે.
કેળા વિટામીન B-6 નો ઉત્તમ સ્ત્રોત છે. આ ફળ પાચનક્રિયાને યોગ્ય રાખે છે. હેલ્ધી રીતે વજન વધારે છે.
કેળા ફિટનેસ ફ્રિકર માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. આ ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે અને નબળાઈ દૂર થાય છે.
ડિપ્રેસનના દર્દી માટે પણ કેળું ઉપકારક છે. કેળામાં એવા પ્રકારનું પ્રોટીન છે, જે આપને રિલેક્શ ફીલ કરાવે છે. ઉપરાંત કેળામાં મોજૂદ બી-6 શરીરમાં બ્લડ ગ્લુકોઝના લેવલને ઠીક કરે છે.
કેળા ખાવા સિવાય જો તમે તેમાં મધના થોડા ટીપાં મિક્સ કરીને ચહેરા પર લગાવો તો ચહેરાની ચમક અને કોમળતા પણ વધે છે. આ એક ખૂબ જ ફાયદાકારક ફેસ પેક છે. જેનો સતત ઉપયોગ કરવાથી તમને થોડા દિવસોમાં જ ફરક જોવા મળશે.
કેળા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જો કે તેને કોઈપણ સમયે ખાઈ શકાય છે, પરંતુ સવારે ખાલી પેટ ખાવું સૌથી વધુ ફાયદાકારક છે.