Healthy Breakfast Ideas: દિવસની સારી શરૂઆત માટે આ પાંચ હેલ્ધી બ્રેકફાસ્ટ કરો ટ્રાય
સવારનો નાસ્તો એ દિવસના સૌથી મહત્વપૂર્ણ ભોજનમાંનું એક છે. આપણા રોજિંદા જીવનમાં, દરરોજ નાસ્તામાં શું ખાવું તે પસંદ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો આજે અમે તમને જણાવીશું કે તમે તમારા નાસ્તા માટે કઈ હેલ્ધી પ્રોડક્ટ્સ અને ફૂડ પસંદ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે નાસ્તામાં ઈંડા અને ટોસ્ટ ખાઓ છો તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ફૂડ છે. તેમાં પ્રોટીન, ચરબી અને આયર્ન હોય છે. તમે કોઈપણ સ્વરૂપમાં ઇંડા લઈ શકો છો. એગ ડિશ ખૂબ જ ઝડપથી તૈયાર થઇ જાય છે.
કેટલીકવાર આપને હેલ્ધી નાસ્તો કરવાનો સમય નથી હોતો આ સ્થિતિમાં પીનટ બટર પણ સારો ઓપ્શન છે. તમે તેને સેન્ડવીચમાં નાખીને પણ ખાઈ શકો છો.
નાસ્તામાં એક કપ દૂધમાં કોર્નફ્લેક્સ ખાવા પણ સારો વિકલ્પ છે. આપ નાસ્તામાં ઠંડા દૂધમાં કેટલાક ફળો મિક્સ કરીને પણ ખાઈ શકો છો.
મુસલીમાં આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે. તમે તેને દૂધ સાથે ખાઈ શકો છો.
તમે દૂધ સાથે ચોકલેટ સ્પ્રેડને બ્રેડ પર લગાવીને ખાઈ શકો છો.
કોશિશ કરો કે સવારના નાસ્તાનું જે પણ મેનું હોય તે હેલ્ધી હોય કારણ કે, તે આખો દિવસ એનર્જેટિક બનાવી રાખે છે.