Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: તમે પણ મોડી રાત્રે જમતા હોવ તો થઇ જાવ સાવધાન, નહી તો ભોગવવા પડશે ખરાબ પરિણામ
આજના વ્યસ્ત જીવનમાં મોડે સુધી જાગવું અને જમવું એ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમને અનેક ગંભીર બીમારીઓનો શિકાર બનાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોડી રાત્રે ખાવાની આ આદત અજાણતામાં તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ ધકેલી શકે છે. આજે આપણે એવા રોગો વિશે જાણીશું જે મોડી રાત્રે ખાવાની આદતથી થઈ શકે છે અને જણાવીશું કે આ આદતને બદલવી શા માટે ખૂબ જ જરૂરી છે.
સ્થૂળતા: આપણું શરીર રાત્રે ઓછું એક્ટિવિટી મોડમાં હોય છે. આ સમયે ખાવામાં આવેલ ખોરાકનું પાચન ધીમું હોય છે અને વધુ પડતી કેલરી એકઠી થવા લાગે છે. મોડી રાત્રે ખોરાક ખાવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધી શકે છે, જેનાથી વજન વધવાનું અને સ્થૂળતાનું જોખમ વધે છે.
ટાઇપ 2 ડાયાબિટીસ: રાત્રિનો સમય એ શરીર માટે આરામનો સમય છે. આ સમયે શરીરની મેટાબોલિક ગતિવિધિઓ ધીમી પડી જાય છે. મોડી રાત્રે ખાવાથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ યોગ્ય રીતે થતો અટકાવે છે અને બ્લડ શુગર લેવલ અસંતુલિત થઈ શકે છે.
હૃદયરોગ: મોડી રાત્રે ખાવાથી શરીરમાં ચરબીનું સ્તર વધે છે જેનાથી હૃદયની બીમારીઓ થવાનો ખતરો વધી શકે છે. આ સમયે ખોરાક પચાવવાની ક્ષમતા ઓછી હોય છે જેના કારણે ચરબી વધુ જમા થાય છે અને તે હાર્ટ ડિસીઝનું જોખમ વધારે છે. હૃદય માટે હાનિકારક સાબિત થાય છે.
એસિડિટી અને હાર્ટબર્ન: મોડી રાત્રે ખોરાક ખાવાથી પેટમાં એસિડનું સ્તર વધી શકે છે, જે એસિડિટી અને હાર્ટબર્નનું કારણ બની શકે છે.