Health Tips: પહેલીવાર સ્તનપાન કરાવતી મહિલાઓએ આ વાતનું જરુર રાખવું જોઈએ ધ્યાન, માતા અને બાળક રહેશે હેલ્દી
હૂંફાળા પાણીથી ધોઈ લો: તમારા સ્તનોને હળવા ગરમ પાણીથી ધોઈ લો. સાબુનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે ત્વચાને સૂકવી શકે છે અને સ્તનની નિપ્પલને નુકસાન પહોંચાડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિપ્પલની સફાઈ: નિપ્પલ અને તેની આસપાસના વિસ્તારને સ્વચ્છ કપડા અથવા સોફ્ટ ટુવાલથી હળવા હાથે સાફ કરો. આ ગંદકી અને અવશેષો દૂર કરશે.
આરામદાયક બ્રા પહેરો: સ્વચ્છ અને આરામદાયક બ્રા પહેરો જે યોગ્ય રીતે ફિટ થાય. તેનાથી સ્તનોને ટેકો મળશે અને હવાનો પ્રવાહ બરાબર રહેશે. બ્રાને રોજ ધોવી અને બદલવી પણ જરૂરી છે.
ધૈર્ય રાખો: શરૂઆતમાં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. બાળકને યોગ્ય રીતે દૂધ પીતા શીખવામાં થોડો સમય લાગી શકે છે. તેને પ્રેમથી શીખવો અને તેને પ્રોત્સાહન આપો.
સાચી પોઝિસન: બાળકને યોગ્ય સ્થિતિમાં પકડો. તેનું માથું અને શરીર એક સીધી રેખામાં હોવું જોઈએ જેથી કરીને તે આરામથી દૂધ પી શકે. બાળકનું મોં નિપલની સામે હોવું જોઈએ અને તે તેને યોગ્ય રીતે પકડી શકે.