Blood Pressure: અચાનક ઘટી જાય બીપી તો હળવાશથી ન લો, હાર્ટ એટેક સહિત હોઇ શકે છે ખતરો
બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો એ ગંભીર સ્થિતિ છે જેને હળવાશથી ન લેવી જોઈએ.જો બ્લડ પ્રેશર ખૂબ ઘટી જાય તો હૃદયના ધબકારા વધી શકે છે, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં બ્લડપ્રેશર ગમે ત્યારે ઘટી શકે છે. આમાં લોકો બેભાન પણ થઈ જાય છે. લો બીપીને કારણે, હેમરેજનું જોખમ હોઈ શકે છે. જો તમારું બીપી અચાનક ઓછું થઈ જાય છે, તો તમે તાત્કાલિક ઘરેલું ઉપચાર કરીને જોખમ ઘટાડી શકો છો. ચાલો જાણીએ કે જો બીપી અચાનક ઘટી જાય તો કયા ઘરેલુ ઉપચાર કરવા જોઈએ.
જો તમારું બ્લડ પ્રેશર ઓછું હોય તો તમે એક કપ સ્ટ્રોંગ કોફી પી શકો છો. કોફીમાં કેફીન હોય છે. જે લો બ્લડ પ્રેશર વધારવામાં મદદ કરે છે.
બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય ત્યારે મીઠું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. મીઠાના પાણીમાં સોડિયમ હોય છે જે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે.
લો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ગરમ દૂધ પીવું એ એક અસરકારક રીત છે. દૂધમાં કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ હોય છે જે બ્લડ પ્રેશર વધારે છે.