ફળ પર મીઠું નાખીને ખાતા હોય તો આજે જ બંધ કરી દેજો! નહીં તો થશે આ નુકસાન

કેટલાક લોકો ફળોને આખા ખાવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક લોકો ફળોને કાપીને ખાવાનું પસંદ કરે છે. જો કે કેટલાક લોકો એવા પણ છે જેઓ જુદા જુદા ફળોને કાપીને તેમાં મીઠું નાખીને ખાય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે મીઠું નાખીને ફળો ખાવા કેટલા ફાયદાકારક છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નિષ્ણાતો કહે છે કે ફ્રૂટ સલાડમાં મીઠું ઉમેરવાની ભૂલ ન કરવી જોઈએ તમને ફ્રુટમાં મીઠું નાખીને થોડું સ્વાદિષ્ટ લાગતું હોય, પરંતુ આમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે. આટલું જ નહીં, મીઠું ભેળવીને ફળ ખાવાથી પણ કિડની પર ખરાબ અસર પડે છે. શરીરમાં બળતરાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે.

જો તમે હાઈ બ્લડ પ્રેશર અથવા હ્રદય સંબંધિત બીમારીના દર્દી છો, તો તમારે ભૂલથી પણ ફ્રૂટમાં મીઠું ન નાખવું જોઈએ અને જો તમે આ રોગોના દર્દી ન હોવ તો પણ તમારે આવું કરવાનું ટાળવું જોઈએ. કારણ કે મીઠું તમારી સમસ્યાને વધારી શકે છે.
ફ્રૂટમાં વધુ પડતું મીઠું ખાવાથી પણ વોટર રિટેશનની સમસ્યા થઈ શકે છે. જેના કારણે તમારા શરીર પર સોજા આવી શકે છે. ક્યારેક આ સમસ્યાને કારણે હાથ-પગમાં સોજા પણ આવી જાય છે. આ સમસ્યાઓથી બચવા માટે જરૂરી છે કે તમે આજથી જ ફ્રૂટમાં મીઠું ખાવાનું બંધ કરી દો.