Amla: આમળાના ફાયદા તમે જાણતા જ હશો, હવે જાણો તેના ગેરફાયદા, ક્યારે બની જાય છે સ્વાસ્થ્ય માટે 'ખતરનાક'

Amla Disadvantages: આમળાને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. તેના સેવનથી ઘણા ફાયદા થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો આમળાનું સેવન કરવાની સલાહ આપે છે. જો કે, ફાયદાની સાથે કેટલીકવાર નુકસાન પણ કરી શકે છે.

આમળા

1/5
જો તમે આમળાનું વધુ માત્રામાં સેવન કરો છો તો તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. ઝાડા અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
2/5
આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામિન સીની વધુ માત્રા એસિડિક હોઈ શકે છે. એસિડ રિફ્લક્સ, ગેસ્ટ્રિક અલ્સર અથવા સંવેદનશીલ પેટ ધરાવતા લોકો માટે આ હાનિકારક હોઈ શકે છે.
3/5
આમળામાં ઓક્સાલેટ પણ મોટી માત્રામાં જોવા મળે છે, જે કિડની સ્ટોર્સ બનાવી શકે છે.
4/5
આમળાના સેવનથી કેટલાક લોકોમાં એલર્જી પણ થઈ શકે છે. તેમને ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આવા લોકોએ આમળા ન ખાવા જોઈએ.
5/5
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે. અમલ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લો.
Sponsored Links by Taboola