Juice In Dengue: ડેન્ગ્યુના દર્દીને આપો આ જ્યુસ, ફટાફટ વધવા લાગશે પ્લેટલેટ્સ
Diet In Dengue: વરસાદની ઋતુમાં મચ્છરો અનેક રોગો ફેલાવે છે, જેમાંથી સૌથી ખતરનાક ડેન્ગ્યુ છે. આ રોગમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટે છે. આવી સ્થિતિમાં દર્દીના આહારનું ધ્યાન રાખવું જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગિલોયના પાનનો રસ પીવાથી ડેન્ગ્યુનો ખતરો પણ ઓછો થઈ શકે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પ્લેટલેટ્સ પણ વધે છે.
પપૈયાના પાનનો રસ પીવાથી પ્લેટલેટ્સ ઝડપથી વધે છે. ડેન્ગ્યુના દર્દીને પપૈયાના પાનનો રસ પીવો જોઇએ.
દાડમ એક પૌષ્ટિક ફળ છે. ડેન્ગ્યુમાં દાડમનો રસ પીવાથી હિમોગ્લોબીન અને પ્લેટલેટનું પ્રમાણ વધે છે. જેનાથી રિકવરી ઝડપથી આવે છે.
શરીરમાં લોહીની રચના માટે પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. ડેન્ગ્યુની સ્થિતિમાં નારિયેળ પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે. આ કારણે પ્લેટલેટ્સ ઝડપથી વધે છે.
બીટરૂટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ હિમોગ્લોબિન અને પ્લેટલેટ્સમાં સુધારો કરે છે. જો તમને ડેન્ગ્યુના દર્દી છો તો તો તમે બીટરૂટનો રસ અથવા તો બીટ એમજ ખાઈ શકો છો.
ડેન્ગ્યુમાં, ઘઉંના ઘાસનો રસ પીવાથી દર્દીની સ્થિતિ ઝડપથી સુધરે છે. ઘઉંના ઘાસમાંથી બનાવેલ આ જ્યુસ પીવાથી પ્લેટલેટ્સ ઝડપથી વધે છે