Healthy Diet Plan For Kids: બાળકના ડાયટ પ્લાનમાં આ ફૂડને અવશ્ય કરો સામેલ, જીવનભર રહેશે હેલ્ધી
બાળકના યોગ્ય સમયે પુરતા વિકાસ માટે પોષણયુક્ત આહાર ખૂબ જ જરૂરી છે. સંતુલિત આહારથી બાળક સ્વસ્થ રહે છે. બાળકના ઉંમર મુજબ તેનો ડાયટ ચાર્ટ સેટ કરવો જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાળકના ડાયટમાં તાજા સિઝનલ ફળોને અવશ્ય સામેલ કરો. બાળકને ફળનું તાજું જ્યુસ આપો, ફ્રોઝન જ્યુસ અને પેકેટ જ્યુસને અવોઇડ કરો.જ્યુસમાં ક્યારેય નમક કે ખાંડ મિક્સ ન કરો.
ડેરી પ્રોડકટને બાળકને ડાયટમાં જરૂર સામેલ કરો,. દૂધ, દહીં. પનીર, કેલ્શિયમ, મિનરલ વિટામિનનો સારો સ્ત્રોત છે. જો આપનું બાળક લેક્ટોજ ઇન્ટાલરન્ટ હોય અને ડેરી ઉત્પાદન પચાવવામાં પરેશાન થતી હોય તો તેને સોયા પ્રોડક્ટ આપી શકો છો.
બાળકની થાળીમાં લીલા શાકને અવશ્ય સામેલ કરો. બાળકને સિઝનલ બધી જ સબ્જી આપવી જોઇએ.કોશિશ કરો કે, બાળકને સ્ટાર્ચ યુક્ત, સબ્જી ખવડાવો, ફ્રોઝન પેકેટના વેજિટેબલને અવોઇડ કરો.
બાળકના ડાયટમાં રિફાઇન્ડ અનાજના બદલે સાબુત અનાજને સામેલ કરો. આપ ઓટસ, કિનોઆ, ચોખા સામેલ કરી શકો છો. ઘઊં અથવા મલ્ટીગ્રેઇન રોટલીને ડાયટમાં સામેલ કરો.
બાળકના શારિરીક અને માનસિક વિકાસ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. બાળકને પ્રોટીન પૂર્તિ માટે ઇંડા, સોયાબીન, મટર,ચણા, કાબુલી ચણા આપો.