જો આ પ્રકારના લક્ષણો જોવા મળે તો થઈ જાઓ એલર્ટ, હાર્ટ એટેકના સંકેત હોઈ શકે
હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ વધી ગયો છે. આજકાલ નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ વધી ગયું છે. ત્યારે હાર્ટ સંબંધિત બીમારીને લઈ તમામ લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરુર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેતો જોવા મળે છે. જેથી સમય રહેતા હ્રદયરોગનો ઈલાજ કરાવવો જરૂરી છે, જેથી તમે તમારો જીવ બચાવી શકો છો.
કોરોનરી આર્ટરી, હ્રદયને પર્યાપ્ત માજ્ઞામાં ઓક્સિજન અને પોષકતત્ત્વો ના પહોંચવાને કારણે હાર્ટ એટેક આવે છે.
છાતીમાં દુખાવો અથવા ભારે ભારે લાગે તો તે હ્રદય નબળુ પડવાના સંકેત હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં ડોકટરની મુલાકાત લઈને ઈલાજ કરાવવો જોઈએ.
જડબામાં દુખાવો થતો હોય તો તે હ્રદયની બિમારીઓનો સંકેત આપે છે. આ કારણોસર આ બિમારીનો ઈલાજ કરાવવો જરૂરી છે.
પેટમાં દુખાવો થવો તે એક સામાન્ય બાબત છે. જે હ્રદયની બિમારીઓ થવાનો સંકેત આપે છે.
ગરમીમાં પરસેવો થવો તે એક સામાન્ય બાબત છે. ગરમી ના હોય તો પણ પરસેવો વળવા લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત આપે છે.