ચા-કોફીના શોખીનો સાવધાન!: વધારે પીશો તો બ્લડ પ્રેશર વધશે ભાઈ! જાણો નિષ્ણાતોનો મત

કેફીન હૃદયના ધબકારા અને રક્તવાહિનીઓને કરે છે સંકુચિત, હાઈ બીપીના દર્દીઓ માટે જોખમી.

આપણા દેશમાં ઘણા લોકોની સવાર ચા અથવા કોફી વગર અધૂરી હોય છે. દિવસ દરમિયાન પણ અનેક કપ ચા અને કોફી પીવાની આદત સામાન્ય છે.

1/7
જો કે, નિષ્ણાતોનું માનવું છે કે વધુ પડતી ચા અને કોફી પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને તે બ્લડ પ્રેશરને અસર કરી શકે છે.
2/7
ચા અને કોફી બંનેમાં કેફીન નામનું તત્વ હોય છે, જે શરીર અને મગજને સક્રિય કરે છે. પરંતુ વધુ પડતું કેફીન બ્લડ પ્રેશરને વધારી શકે છે. કેફીન હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને તાત્કાલિક ધોરણે વધારી શકે છે. તે રક્તવાહિનીઓને સંકુચિત પણ કરી શકે છે, જેના કારણે બ્લડ પ્રેશર વધે છે. વધુમાં, કેફીન શરીરમાં એડ્રેનાલિન હોર્મોનની માત્રામાં વધારો કરે છે, જે અસ્થાયી રૂપે બ્લડ પ્રેશરને વધારી શકે છે.
3/7
જો કોઈ વ્યક્તિ ક્યારેક-ક્યારેક ચા કે કોફી પીવે છે, તો તેની રક્તવાહિનીઓ પર તેની તાત્કાલિક અસર જોવા મળે છે. અભ્યાસો દર્શાવે છે કે કોફી પીવાના 30 મિનિટથી 1 કલાકની અંદર બ્લડ પ્રેશર વધી શકે છે અને આ અસર 3 થી 4 કલાક સુધી રહી શકે છે.
4/7
જો કોઈ વ્યક્તિ દરરોજ અનેક કપ ચા કે કોફી પીવાની આદત ધરાવે છે, તો તેનું શરીર ધીમે ધીમે કેફીનનું વ્યસની બની જાય છે. આના કારણે બ્લડ પ્રેશર પરની તાત્કાલિક અસર ઓછી થઈ શકે છે, પરંતુ જો કોઈને પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશર (હાઈપરટેન્શન)ની સમસ્યા હોય, તો વધુ પડતું કેફીન તેમની સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
5/7
નિષ્ણાતોના મતે, તંદુરસ્ત વ્યક્તિ માટે દરરોજ 300-400 મિલિગ્રામ કેફીનનું સેવન સલામત માનવામાં આવે છે. એક કપ કોફીમાં લગભગ 95 મિલિગ્રામ અને એક કપ ચામાં લગભગ 30-50 મિલિગ્રામ કેફીન હોય છે. આથી,
6/7
જો તમે દિવસમાં 3-4 કપથી વધુ ચા અથવા કોફી પીઓ છો, તો તમારું બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી શકે છે.
7/7
નિષ્ણાતો દિવસમાં 1-2 કપ ચા અથવા કોફી પીવાની સલાહ આપે છે. જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો કેફીનનું સેવન મર્યાદિત કરવું અથવા ટાળવું વધુ સારું છે.
Sponsored Links by Taboola