Health Tips: ગરમીમાં ઈંડા ખાવાથી થાય છે નુકસાન ? જાણો એક દિવસમાં કેટલા ઈંડા ખાઈ શકો
ઘણા લોકો એવા છે કે જેઓ ઉનાળો આવતાની સાથે જ ઈંડા ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દે છે અથવા ઈંડા ખાવાનું ઓછું કરી દે છે. તેમને લાગે છે કે ઈંડા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું આવું કરવું યોગ્ય છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉનાળામાં ઈંડા ખાવાથી કોઈ નુકસાન નથી, પરંતુ માત્ર એક જ વાતનું ધ્યાન રાખવું પડશે તે છે તેની માત્રા. તમે કેટલી માત્રામાં ઇંડા ખાઓ છો ? ઈંડામાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે.
ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. ઉનાળાની ઋતુમાં શરીર પ્રમાણે દરરોજ એક કે બે ઈંડા ખાઈ શકાય છે. તમે બાફેલા ઈંડા કે આમલેટ ખાઈ શકો છો.
ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે લાલ રક્તકણોનું ઉત્પાદન કરે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે તે ખતરનાક રોગોથી પણ દૂર રાખે છે.
ઈંડામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ઈંડામાં લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તે આંખના રેટિનામાં જમા થયેલી ગંદકીને દૂર કરે છે અને મોતિયાનું જોખમ ઘટાડે છે.
ઈંડા ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ઈંડામાં ઉચ્ચ સ્તરનું પ્રોટીન હોય છે. તેથી તેને તમારા આહારમાં સામેલ કરવું જોઈએ.