એક દિવસમાં કેટલા ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે સારુ રહેશે, જાણી લો
નાસ્તામાં ઈંડા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. ઈંડામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. જો તમે માંસાહારી છો તો ઈંડાનું સેવન તમારા માટે પ્રોટીન મેળવવા માટે સારો વિકલ્પ બની શકે છે. પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇંડાનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં કારણ કે ઈંડા પ્રકૃતિમાં ગરમ હોય છે, જે ઉનાળાની ઋતુમાં શરીરમાં ગરમી પેદા કરીને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તો ચાલો જાણીએ એક દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ અને ઈંડા ખાવાના શું ફાયદા છે.
એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં 1-2 ઈંડા ખાઈ શકે છે. ઉનાળાની ઋતુમાં ઈંડાની માત્રા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, કારણ કે તેની પ્રકૃતિ ગરમ છે. નહીં તો સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
ઈંડામાં લ્યુટીન અને ઝેક્સાન્થિન નામના એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. ઈંડામાં કોલિન નામનું પોષક તત્વ હોય છે, જે મગજના વિકાસ અને યાદશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
ઈંડામાં આવા ઘણા તત્વો જોવા મળે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.
ઈંડામાં ઓછી કેલરી અને વધુ પ્રોટીન હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં અને વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
ઈંડામાં બાયોટિન અને પ્રોટીન હોય છે, જે વાળને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. તમે ઈંડાને તેલમાં મિક્સ કરીને તમારા વાળમાં પણ લગાવી શકો છો.