Parenting tips: બાળકને પડી ગઇ છે અંગૂઠો ચૂસવાની આદત, તો આ સરળ રીતથી છોડાવો
આપના બાળકની અંગૂઠો ચૂસવાની આદતને બેડરૂમ સુધી તેમજ સૂવાનો સમય પહેલાં મર્યાદિત કરીને શરૂ કરવાની આદત પાડો.. આ સાથે બાળકને સમજાવો કે અંગૂઠો ચૂસવોએ સારી આદત નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપના બાળકને હાથમાં લાગેલા જર્મ્સ વિશે જણાવો અને સમજાવવો કે, અંગૂઠો ચૂસવાથી જર્મ્સ અંદર જાય છે અને બીમારી ફેલાવે છે.
જો બાળકને ટીવી જોતી વખતે અંગૂઠો ચૂસવાની આદત હોય તો થોડા સમય ટીવીને બંધ કરીને તેની આ આદતમાં વાંરવાર ખલેલ પહોંચાડો
જો બાળક આ આદત છોડવામાં થોડો પણ પ્રયાસ કરે તો તેના આ પ્રયાસની પ્રશંસા કરો.
બાળક મોટા ભાગે ખાલી સમયમાં અંગૂઠો ચૂસે છે. બાળકને ખાલી સમયમાં અન્ય ફિઝિકલ એક્ટિવિટીમાં વ્યસ્ત રાખો.
અંગૂઠો ચૂસવાની આદતને છોડાવવા માટે થંબ પર કવરિંગ કરો અથવા તો સુદર્શન ચૂર્ણ પાણીમાં ઘોળીને અંગૂઠા પર લગાવી દો. જેથી જ્યારે બાળક અંગૂઠો મોંમાં લેશે ત્યારે તેને કડવું લાગશે અને તે તરત જ અંગૂઠો પોછો ખેંચી લેશે. આવું વારંવાર થવાથી તેની આ આદત છૂટી જશે