આ એક ભૂલના કારણે દાળનું પ્રોટીન બેકાર થઇ જાય છે, ICMR એ જણાવી દાળ બનાવવાની યોગ્ય રીત
શું તમે પણ ખોટી રીતે દાળ રાંધો છો? ICMR એ તેને બનાવવાની સાચી રીત જણાવી જેથી તેમાં જોવા મળતું પ્રોટીન નીકળી ન જાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppICMRએ તેની ગાઇડલાઇનમાં કહ્યું હતું કે એવા ઘણા લોકો છે જે ખોટી રીતે દાળ બનાવે છે. ઉદાહરણ તરીકે દાળ બનાવતા અગાઉ તેને પાણીમાં પલાળવામાં આવે છે.
કેટલાક લોકો એવા હોય છે જે તેને તરત જ કુકરમાં ઉકાળવા માટે મૂકી દે છે. જેના કારણે દાળ ક્યારેક જાડી અને ક્યારેક પાતળી થઈ જાય છે. દાળ ઘણી વખત ઉકાળ્યા પછી પણ કાચી રહે છે.
ICMRએ કહ્યું કે દાળ બનાવવાની ખોટી રીતથી તેમાં રહેલા પોષક તત્વોને નષ્ટ થઇ જાય છે. તેથી, તેને એવી રીતે બનાવો કે તેમાં મળા આવતા પોષણની ગુણવત્તા જળવાઈ રહે.
ICMR અનુસાર, દાળ બનાવવા માટે તેને બોઇલિંગ અને પ્રેશર કુકિંગમાં દાળ બનાવવાથી ગુણવત્તા જળવાઈ રહે છે.ખોટી રીતે દાળ બનાવવાના કારણે તેમાં જોવા મળી આવતું ફાયટીક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને આયર્ન જેવા ખનિજોને ખતમ કરે છે.