Health: માઇગ્રેઇનના દર્દીઓએ આ 5 ફૂડનું અચૂક કરવું જોઇએ સેવન, દુખાવાથી મળશે રાહત
'માઈગ્રેનને ગુજરાતમાં આધાશીશી કહે છે. આ રોગમાં માથામાં અસહ્ય દુખાવો થાય છે. મોટા ભાગે આ દુખાવો અડધામાં માથામાં એટલે કે કોઇ પણ એક બાજુ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાઇગ્રેઇનમાં માથામાં અસહ્ય પીડા થાય છે. જેમાં પેઇન કિલરનું સહારો લેવો પડે છે. કેટલીવાર દર્દીને વોમિટ પણ થાય છે. માઇગ્રેઇનના અસહ્ય દુખાવામાં કેટલાક ફૂડ આપને રાહત આપી શકે છે. આ 5 ફૂડને ડાયટમાં સામેલ કરવાથી પીડાની તીવ્રતા ઘટાડી શકાય છે.
ફિશ-માઈગ્રેનથી બચવા માટે માછલીનું સેવન ફાયદાકારક છે. ફેટી ફિશ ઓમેગા-3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. જે માથાના સોજા અને દુખાવામાં ઘણી હદ સુધી રાહત આપે છેસૅલ્મોન, ટ્રાઉટ અને હેરિંગ ફિશ ઓમેગા-3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે.
અળસી-જો તમે શાકાહારી છો, તો તમે અળસીના બીજનું સેવન કરી શકો છો. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઈબર પણ મળી આવે છે.
અખરોટઃ જો તમે માઈગ્રેનના દુખાવાથી પરેશાન છો, તો અખરોટ, બદામ ખાઓ. આમાં મોટી માત્રામાં મેગ્નેશિયમ જોવા મળે છે, જે આપણા શરીરમાં રક્ત પરિભ્રમણને વધારવામાં મદદ કરે છે. મેગ્નેશિયમથી ભરપૂર ખોરાક, જેમ કે કઠોળ, બદામ, આખા અનાજ અને તેમાંથી બનેલી બ્રેડ, પીડા ઘટાડવાના હોર્મોન્સ છોડે છે, જે માઇગ્રેનના દુખાવામાં ઘણી રાહત આપે છે.
સાબુત અનાજ-બાજરીમાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ મળી આવે છે. તેથી, માઇગ્રેનના દુખાવાના કિસ્સામાં, આખા અનાજમાંથી બનેલા ખોરાકનું અવશ્ય સેવન કરો.
દહીંની અસરઃ મગજ યોગ્ય રીતે કામ કરે તે માટે શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર હોય છે. કેલ્શિયમની ઉણપથી માઈગ્રેનની સમસ્યા પણ થઈ શકે છે. રોજ એક વાટકી દહીં ખાવાથી માઈગ્રેનનો દુખાવો મટે છે.