Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
જો શરીરમાં આ ફેરફાર જોવા મળે તો લીવરમાં થઈ શકે છે નુકસાન, જાણો તેના વિશે
ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારની આદતોને કારણે મોટાભાગના લોકો માટે લીવર સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે અને તેથી તેનાથી સંબંધિત કોઈપણ લક્ષણોની અવગણના કરવી નુકસાનકારક હોઈ શકે છે. મહત્વનુ છે કે કેટલાક લોકો લીવર સંબંધિત રોગોના લક્ષણોને સામાન્ય રોગ માનીને તેને અવગણી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલીવરનું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણા શરીરની ઘણી ક્રિયાઓ ફક્ત લીવર દ્વારા જ થાય છે. જોકે તમારે તમારા લીવરને સ્વસ્થ રાખવા માટે તમારી જીવનશૈલી યોગ્ય રાખવી ખૂબ જ જરૂરી છે. ખરાબ જીવનશૈલી સૌથી વધુ તમારા લીવરને જ નુકસાન પહોંચાડે છે. જો તમારી જીવનશૈલી યોગ્ય ન હોય તો તમને અન્ય રોગો થવાનું જોખમ પણ વધી જાય છે.
લીવરના રોગોથી સંબંધિત કેટલાક લક્ષણો ઊંઘ દરમિયાન પણ સામે આવતા હોય છે. જેને અવગણવું શરીરના સ્વાસ્થ્ય માટે વધુ જોખમી છે. આજે અમે તમને ઊંઘ દરમિયાન લિવર સંબંધિત કેટલાક લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અવગણવાથી તમારા લિવરને નુકસાન પહોંચી શકે છે.
જો તમારું લીવર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું, તો તમને ઊંઘ સંબંધિત સમસ્યાઓ પણ શરૂ થઈ શકે છે. જો કે ઊંઘમાંથી વારંવાર જાગી જવું તે સામાન્ય હોઈ શકે છે અને તે અન્ય ઘણા રોગોની નિશાની પણ હોઈ શકે છે. પરંતુ કેટલાક દુર્લભ કિસ્સાઓમાં, ઊંઘમાંથી વારંવાર જાગવું એ લીવર સંબંધિત રોગોની નિશાની હોઈ શકે છે અને તેથી સમયસર આ અંગે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
દિવસમાં ઘણી વખત કામમાં વ્યસ્ત રહેવાને કારણે, લીવરના રોગને લગતા નાના લક્ષણોને અવગણવામાં આવે છે જોકે વ્યક્તિને તેના દર્દનો અહેસાસ થતો નથી, જેમ કે લીવરની આસપાસ હળવો દુખાવો વગેરે. પરંતુ લીવર રોગના પ્રારંભિક તબક્કામાં થતો હળવો દુખાવો પણ રાત્રે ગંભીર બની જાય છે, જેને અવગણવી જોઈએ નહીં. તતકાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
દિવસ દરમિયાન કામ કરતી વખતે આપણે વધુ પાણી પીતા હોઈએ છીએ અને તેથી ઘણી વખત પેશાબમાં થતા ફેરફારો યોગ્ય રીતે ઓળખાતા નથી. જ્યારે રાત્રે આપણે ઓછું પાણી પીતા હોઈએ છીએ અને આવી સ્થિતિમાં જો તમને પેશાબના રંગ અથવા ગંધમાં કોઈ ફેરફાર અથવા પેશાબ સંબંધિત કોઈ અસામાન્ય લક્ષણોનો અનુભવ થાય, તો તમારે શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.