Weight Loss: ડાઇટિંગ અને હેવી એક્સરસાઇઝ બાદ પણ નથી ઘટતું વજન, તો આજથી શરૂ કરો આ કામ
Weight Loss: આજકાલ સૌથી સામાન્ય સમસ્યા એ છે કે, ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે વધતું વજન. લોકો તેને ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કરે છે પરંતુ ઇચ્છિત પરિણામ મળતું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેઠાડુ જોબના કારણે વજન વધવું એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. લોકોનું વજન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને જેઓની સિટિગ જોબ છે તેમનું વજન વધેલું જોવા મળશે.
એવા ઘણા લોકો છે જે વજન ઘટાડવા માટે કડક ડાયટ, હેવી વર્કઆઉટ, યોગા કરે છે. પરંતુ ઘણા પ્રયત્નો કરવા છતાં પણ કમર અને પેટની ચરબી ઓછી થતી નથી. તેની પાછળનું કારણ તમારી કેટલીક ખોટી આદતો છે.
માત્ર ડાયટ જ નહીં પરંતુ સંતુલિત આહારનું પાલન કરો. તમારા ભોજનમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરો. જેમાં પ્રોટીન અને ફાઇબર વધુ હોય.
ઓઇલી ફૂડને અવોઇડ કરો,. જે કોલેસ્ટ્રોલ અને ફેટ વધારશે. બહારનું જંક અને ફાસ્ટ ફૂડ ન ખાઓ
આલ્કોહોલ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, તેથી તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ખાવાની આદત છોડી દો. કારણ કે તેનાથી તમારી ચરબી વધી શકે છે