Health Tips: જો આપ પણ જમ્યા બાદ ફળો ખાવાનું પસંદ કરો છો તો સાવાધન, જાણો તેની શું થાય છે નકારાત્મક અસર
Fruits: મોટાભાગના લોકો એ વાતને લઈને મૂંઝવણમાં રહે છે કે, ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે. ફળો ક્યારે ખાવા જોઈએ, જમ્યા પહેલા કે પછી ? તેથી, ચાલો જાણીએ ફળ ખાવાની સાચી રીત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોટાભાગના લોકો એ વાતને લઈને મૂંઝવણમાં રહે છે કે ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે. ફળો ક્યારે ખાવા જોઈએ, ખાધા પહેલા કે પછી? તેથી, ચાલો આજે આ મૂંઝવણને દૂર કરવાનો પ્રયાસ કરીએ
ફળો આપણા શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ હોવાનું કહેવાય છે. આમાંથી આપણને પુષ્કળ મિનરલ્સ અને વિટામિન્સ તેમજ કેલરી મળે છે. પરંતુ મોટાભાગના લોકો એ વાતને લઈને મૂંઝવણમાં રહે છે કે ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે.
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો જમવાના અડધાથી એક કલાક પહેલા ફળ ખાવામાં આવે તો તે શરીરને ઘણું પોષણ આપે છે. જો તમે જમ્યા પછી આ ફળો ખાઓ છો, તો ફળોની વધારાની કેલરી ખોરાકની સાથે શરીરમાંથી નીકળી જાય છે, જે સ્વાસ્થ્યને ઘણા નુકસાન પહોંચાડે છે.
ખોરાક સાથે અથવા ખોરાક પછી તરત જ ફળો ન ખાવાનું વધુ સારું છે. ફળ ખાવાનો યોગ્ય સમય સવાર, બપોર અને સાંજ છે, રાત્રે સૂતા પહેલા પણ ફળો ન ખાવા જોઈએ.
આરોગ્ય નિષ્ણાતો જમ્યા પછી તરત જ ફળો ન ખાવાની સલાહ આપે છે. વાસ્તવમાં, શરીર પહેલાથી જ ખોરાક દ્વારા ઘણી બધી કેલરી લઈ ચૂક્યું છે, જો તમે ભોજન પછી તરત જ ફળો તેને પચ્યા વિના ખાઓ છો, તો શરીરને વધારાની કેલરીની માત્રા સહન કરવી પડે છે. આનાથી પાચનતંત્ર પર બમણો ભાર પડે છે અને તે જમ્યા પછી તરત જ ઘણી બધી કેલરી પચાવી શકતું નથી અને તે પાચનતંત્રને બગાડે છે.
જો જોવામાં આવે તો, ફળોમાં ફ્રુક્ટોઝ હોય છે જે ઝડપથી પચી જાય છે, જો ફળો જમ્યા પછી તરત જ ખાવામાં આવે તો ફ્રુક્ટોઝ ઝડપથી પચી જાય છે અને બાદ જમીએ છીએ તો ખોરાક પચાવવામાં ઘણી તકલીફ પડે છે. એવું કહેવાય છે કે જમ્યા પછી તરત જ ખોરાક ખાવાથી શરીરમાં અનેક પ્રકારના ટોક્સિન્સ જમા થાય છે. તેની અસર માત્ર પેટ પર જ નહીં ત્વચા પર પણ જોવા મળે છે .
તેના પર નિષ્ણાતો કહે છે કે, જ્યારે તમે થોડા સમય પહેલા કે પછી ખોરાક ન ખાતા હો ત્યારે ફળો ખાઓ. એટલે કે ફળ ખાવાનો યોગ્ય સમય બપોરે 10 થી 12 વાગ્યાનો છે. આ સમયે તમે આરામથી ફળો ખાઈ શકો છો અને તમારા શરીરને તેમાંથી સંપૂર્ણ પોષણ મળશે.