Health: લાંબા સમયથી ઉધરસની સમસ્યા સતાવી રહી છે? તો આ રામબાણ ઇલાજ અપનાવી જુઓ, મળશે રાહત
હાલ ઋતુ ખૂબ ઝડપથી બદલાઇ રહી છે. સવારે અને રાત્રે ઠંડી તો દિવસ ચઢતા ગરમીનો અનુભવ થાય છે આ બેવડી ઋતુમાં બીમારી વધી શકે છે. આ સિઝનમાં શરદી ઉઘરસના કેસ સામાન્ય રીતે વધી જાય છે. જાણી તેના ખાસ ઘરેલું ઉપાય
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાંબી ઉધરસને કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. ઉધરસથી છાતીમાં દુખાવો, પેટ અને પાંસળીમાં તાણ આવે છે. સૂકી ઉધરસને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. જો તમે પણ આટલી લાંબી ઉધરસથી પરેશાન છો તો અમે તમારા માટે ખાસ ઉપાય લાવ્યા છીએ.
ઉધરસની પરેશાનીમાં આદુનો એક નાનો ટુકડો લો. તેને શેકી લો અને બાદ આ સૂકાઇ ગયેલો આદુ ચૂસો આ ઉપાયથી ઉધરસમાં રાહત મળશે.
જો તમે લાંબા સમયથી ઉધરસથી પરેશાન છો તો સૂંઠ વાળું દૂધ અથવા ચાનું સેવન પણ કારગર છે. દુઘને ચપટી સૂંઠ નાખીને ઉકાળો અને હુંફાળું થયાં બાદ પીવો તેનાથી રાહત મળે છે.
ગળામાં ખરાશ અને ઉધરસથી પરેશાન છો તો મીઠું ખાવાથી રાહત મળે છે. એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચપટી મીઠું નાખીને દિવસમાં 2-4 વખત ગાર્ગલ કરો. તેનાથી ગળામાં રાહત મળશે.
image 2
લાંબી ઉધરસમાં રાહત મેળવવા માટે ઘી અને કાળા મરીને મિક્સ કરીને ખાવાથી ઉધરસમાં ઘણી રાહત મળે છે. જો તમે લાંબા સમય સુધી ઉધરસથી પરેશાન છો, તો તમને તાત્કાલિક રાહત મળશે.