Health: શરીરમાં આ લક્ષણો અનુભવાય તો સાવધાન, લીવરમાં ઇન્ફેકશનના છે સંકેત
લીવર એ માનવ શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. જો લીવરમાં ઈન્ફેક્શન હોય તો તે ગંભીર રોગ છે. લીવર ઈન્ફેક્શનનું સૌથી મોટું કારણ વાયરસ અને પેરાસાઈટ ઈન્ફેક્શન છે. જે લીવરને ઊંડે સુધી નુકસાન પહોંચાડે છે. જાણીએ તેના લક્ષણો શું છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલિવર ઇન્ફેકશનની શરૂઆતી અવસ્થામાં ખૂબ જ તીવ્રતાથી પેટમાં દુખાવો થાય છે. તો કેટલાક લોકોને પેટમાં સોજાની સમસ્યા પણ જોવા મળે છે.
લિવરથી જોડાયેલી પરેશાનીના કારણે કમળાની સમસ્યા પણ થઇ શકે છે.આ સ્થિતિમાં દર્દીને તાબડતોબ ઇલાજની આવશ્યકતા હોય છે
લિવર ઇંન્ફેકશનના કારણે સ્કિન પર પણ રૈશેજ અને ખંજવાળ જેવી સમસ્યા થઇ શકે છે.
જો પેશાબના રંગમાં ફેરફાર થતો હોય તો પણ લીવર ચેપનું જોખમ રહેલું છે.
લીવર ઈન્ફેક્શનથી પીડિત દર્દીઓ ભૂખ પણ ઓછી લાગે છે.
કેટલાક લોકોને લિવર ઈન્ફેક્શનને કારણે ઉલ્ટી અને ઉબકા આવવા જેવી સમસ્યા થઈ શકે છે.