Weight Gain Tips:સુકલકડી કાયાથી પરેશાન છો? આ 6 ફૂડને ડાયટમાં કરો સામેલ, ફટાફટ વધશે વજન
જો તમે વજન વધારા ઇચ્છો છો તો ડાયટમાં કેટલીક એવી પ્રાકૃતિક વસ્તુઓનો સમાવેશ કરો. જેમાં કાર્બોહાઈડ્રેટ હોય. આજકાલ સૌથી મોટી સમસ્યા સ્થૂળતાની છે, પરંતુ સત્ય એ છે કે ઘણા લોકો સૂકલકડી કાયાથી પરેશાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે પણ ઓછા વજનથી પરેશાન છો તો આજથી જ બટેટા ખાવાનું શરૂ કરી દો. બટાકામાં કાર્બોહાઈડ્રેટ અને કોમ્પ્લેક્સ શુગર હોય છે જે વજન વધારવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે બટેટા માત્ર સ્વાદમાં જ લાજવાબ નથી પરંતુ તે સ્વાસ્થ્યમાં પણ બેજોડ છે. બટાકાનું સેવન કરવાથી વજન વધારી શકાય છે. જો તમે પાતળા હોવ તો ડાયટમાં બટાકાનો સમાવેશ કરીને વજન વધારી શકો છો.
ઘી ખાવાથી પણ વજન વધે છે કારણ કે તેમાં સંતૃપ્ત અને કેલરી સામગ્રી હોય છે. જો કે ઘીનું પ્રમાણ મર્યાદિત હોવું જોઈએ. જો તમે તમારા રોજિંદા આહારમાં ઘીનો સમાવેશ કરો છો, તો તેમાંથી તમે ઘણી કેલરી મળે છે, જે વજન વધારવમાં મદદ કરશે.
વજન વધારવા માટે ઈંડા ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીનની માત્રા સારી હોય છે, જે મસલ્સ વધારવામાં મદદ કરે છે. ઈંડામાં વિટામિન A, D અને E હોય છે અને તેની સાથે મેગ્નેશિયમ, સોડિયમ, કોલેસ્ટ્રોલ અને પોટેશિયમ જેવા તત્વો મળી આવે છે. દિવસમાં 2 ઈંડા ખાવાથી વજન સરળતાથી વધારી શકાય છે.
વજન વધારવાનો સૌથી સારો ઉપાય છે કેળા. કેળામાં કેલરી વધુ હોય છે જે શરીરને એનર્જી આપે છે અને વજન વધારવામાં મદદ કરે છે. કેળામાં ઘણા મિનરલ્સ, વિટામિન્સ અને પોષક તત્વો મળી આવે છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ કેળાનું સેવન કરવાથી વજન વધે છે. તમે કેળાને દૂધ સાથે પણ ખાઈ શકો છો, આ સિવાય તમે કેળાનો શેક બનાવીને પણ પી શકો છો.
પીનટ બટર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને વજન વધારવામાં પણ ફાયદાકારક છે. પીનટ બટરમાં કેલરી, પ્રોટીન અને ફેટ ખૂબ વધારે હોય છે. આ એક હાઇ કેલરીવાળો ખોરાક છે જે તમને કુદરતી રીતે વજન વધારવામાં મદદ કરે છે
ડ્રાયફ્રૂટ્સ ખાવાથી વજન ઝડપથી વધવા લાગે છે. ડ્રાય ફ્રૂટ્સ પોટેશિયમ, મેગ્નેશિયમ, ફેટ, પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર હોય છે, વજન વધારવા માટે તમે તમારા આહારમાં બદામ, અંજીર, ખજૂર અને કિસમિસનો સમાવેશ કરી શકો છો.