Long Hair Tips: આ ફૂડને ડાયટમાં કરો સામેલ આપનું લાંબા વાળું સપનું થશે સાકાર
જો આપ લોન્ગ હેરના શોખિન હો તો એવા કેટલાક ફૂડ છે. જે વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ કારગર છે. આ ફૂડને ડાયટમાં સામેલ કરીને આપ લોન્ગ હેરનું સપનું પૂર્ણ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમળા (ગૂસબેરી) - આમળા એ કુદરતી રીતે ઉપલબ્ધ ઘટક છે. તેમાં એવા ઘણા ગુણો છે. જે વાળને ઝડપથી વધવામાં મદદ કરે છે, જેમાં વિટામિન-સીનો પણ સમાવેશ થાય છે. આ સાથે, તે કોલેજનને પ્રોત્સાહન આપે છે, જે તમારા વાળને લાંબા બનાવે છે. તેથી, જો તમે પણ લાંબા અને જાડા વાળ ઇચ્છો છો તો રોજિંદા આહારમાં આમળાનો સમાવેશ કરો.
ફ્લેક્સ સીડ્સ પણ ફાયદાકારક છે - ફ્લેક્સસીડમાં પ્રોટીન અને ફાઈબર સહિત મેક્રોન્યુટ્રિઅન્ટ્સની સાથે ઘણા ખનિજો અને વિટામિન્સ હોય છે. જે વાળનો ગ્રોથ વધારે છે.
મીઠા લીમડાના પાન વાળના ગ્રોથ માટે ઉપકારક છે. કારણ કે તેમાં બીટા-કેરોટીન અને વિટામિન-ઈ હોય છે. જે હેર ગ્રોથ માટે મદદરૂપ થાય છે. લીમડાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ અને પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે.લીમાડાના પાનને તેલમાં ઉકાળીને આ તેલ ઠંડી પડ્યાં બાદ બોટલમાં ભરી લો. આ તેલ માથામાં લગાવાથી વાળ વધશે, લીમડાના પાનનું સેવન પણ વાળ વધારવામાં કારગર છે