Health : સખત મહેનત બાદ નથી ઉતરતું વજન, આ 5 કામ કરો, માખણની જેમ પીગળશે ચરબી
આજકાલ ભાગદોડ ભરી જિંદગીમાં મેદસ્વીતા મોટી સમસ્યા છે. મોટાભાગના લોકો આ સમસ્યાથી પીડિત છે. મેદસ્વીતાની સમસ્યા બાદ વેઇટ લોસ કરવું સહેલું નથી આપ પણ અનેક પ્રકારના ડાયટ પ્લાનને ફોલો કર્યાં બાદ કે હાર્ડ વર્ક આઉટ બાદ વજન ન ઉતારી શકયા હો તો આ પાંચ કામ કરી જુઓ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસખત મહેનત બાદ નથી ઉતરતું વજન તો તો આ 5 ટિપ્સને ફોલો કરીને વજન ઉતારી શકો છો.
સૌ પ્રથમ સવારની શરૂઆત હેલ્ધી ડીટોક્સથી કરો. ખાલી પેટ ચા-કોફી નહિ પરંતુ ડિટોક્સ ડ્રિન્ક પીઓ. દિવસ દરમિયાન 10થી12 ગ્લાસ પાણી પીવો, શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે એ જરૂરી છે.
ડાયટમાંછી સુગરને અલવિદા કરી દો ઉપરાંત મેંદો અને તળેલી વસ્તુઓ પેકેડ ફૂડ, જંક ફૂડ ન ખાવો.
બે મીલ્સ વચ્ચે 6થી7 કલાકનો ગેપ રાખો, ગ્રીન ટીને ડાયટમાં સામેલ કરો ઉપરાંત ડિનર સાત વાગ્યા પહેલા લઇ લો
પ્રોપટ ડાયટની સાથે રોજ એક કલાક અચૂક એક્સરસાઇઝ કરો. માત્ર ડાયટ ફોલો કરવાથી કે માત્ર એક્સરસાઇઝ પર ધ્યાન આપવાથી વજન ક્યારેય નથી ઉતરતું