Health Insurance: શું કેન્સરના દર્દીઓને પણ મળે છે હેલ્થ ઇન્શ્યોરન્સ? જાણી લો આ નવો નિયમ
Health Insurance: ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ એવા લોકોને પોલિસી આપવાનો ઈન્કાર કરે છે જેમને કેન્સર કે એઈડ્સ જેવી ગંભીર બીમારીઓ છે.
Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/7

Health Insurance: ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ એવા લોકોને પોલિસી આપવાનો ઈન્કાર કરે છે જેમને કેન્સર કે એઈડ્સ જેવી ગંભીર બીમારીઓ છે.
2/7
મોંઘી સારવારને કારણે ઘણા લોકો સરકારી દવાખાનાના ચક્કર લગાવે છે અને ક્યારેક તેમની તબિયત વધુ બગડવા લાગે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય વીમો હોવો ખૂબ જ જરૂરી છે.
3/7
હેલ્થ ઇન્શ્યોરન્સને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉદ્દભવે છે, તેમાંથી એક સવાલ એ છે કે શું કેન્સર જેવી ગંભીર બીમારીવાળા લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ લઈ શકે છે?
4/7
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે વીમા કંપનીઓ કેન્સર અને એચઆઈવી એઈડ્સ જેવી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને પોલિસી આપવાનો ઈનકાર કરે છે.
5/7
હવે ઇન્શ્યોરન્સ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે કેન્સરના દર્દીઓ પણ હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવી શકે છે. કોઈપણ કંપની તેને આપવાનો ઇનકાર કરી શકે નહીં.
Continues below advertisement
6/7
ઓથોરિટી દ્વારા આરોગ્ય વીમા માટે રાહ જોવાનો સમયગાળો પણ ઘટાડી દેવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે દરેક ઉંમરના લોકો સ્વાસ્થ્ય વીમો લઈ શકશે.
7/7
તેનો અર્થ એ કે કેન્સર અથવા અન્ય કોઈ ગંભીર બીમારીથી પીડિત લોકો પોતાના માટે સ્વાસ્થ્ય વીમો લઈ શકે છે. જો કોઈ ના પાડે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.
Published at : 25 Apr 2024 06:00 PM (IST)