ગરમીમાં ડાયાબિટીસના દર્દીઓ નારિયેળ પાણી પી શકે છે? જાણો સુગર લેવલ પર શું થશે અસર
ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ એક એવો રોગ છે જેને તમે સારા ડાયટથી જ કંન્ટ્રોલમાં રાખી શકો છો. આજે આપણે જણાવીશું કે ડાયાબિટીસના દર્દીઓ નારિયેળ પાણી પી શકે છે કે નહીં?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે આપણે વાત કરીશું કે શું ડાયાબિટીસના દર્દીઓ ઉનાળામાં નારિયેળ પાણી પી શકે છે? કારણ કે નાળિયેર પાણીમાં નેચરલ સુગર હોય છે અને તે થોડી મીઠી પણ હોય છે. તેને પીવાથી લઇને ડાયાબિટીસના દર્દીઓ હંમેશા મૂંઝવણમાં રહે છે કે શું તેણે તે પીવું જોઈએ કે નહીં?
નાળિયેર પાણીમાં દૂધ કરતાં વધુ પોષક તત્વો હોય છે. ઉપરાંત, તેમાં ચરબી ઓછી નથી. જે લોકો દરરોજ આનું સેવન કરે છે તેમના શરીરમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળે છે. નારિયેળ પાણી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત તે ઘણી બીમારીઓથી પણ રાહત આપે છે.
ડાયાબિટીસના દર્દીઓ નારિયેળનું પાણી પી શકે છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. તેમાં લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) છે.
નાળિયેર પાણીમાં હાજર મેગ્નેશિયમ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવાનું કામ કરે છે. જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.
ડાયાબિટીસના દર્દીઓ પણ તેમાં મળતી મલાઇ ખાઈ શકે છે. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરે છે.