Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: રાત્રે દૂધ પીવું ફાયદાકારક છે કે સવારે ? જાણો
દૂધ પીવુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ પીશો તો તમે હેલ્ધી રહેશો અને જલદી-જલદી મોટા થઈ જશો. બાળકો પણ બોર્નવીટા અને ચોકોસ મિક્સ કરીને હોંશે-હોંશે દૂધ પીવે છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર દૂધ પીવાના અનેક ગેરફાયદા વિશે ઘણી ચર્ચાઓ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં લોકોમાં ઘણી મૂંઝવણ હોય છે કે દૂધ પીવું જોઈએ કે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદૂધ પીવુ સવારે ફાયદાકારક છે કે રાત્રે એ પણ એક મહત્વનો પ્રશ્ન છે. લોકો દૂધ પીવાનુ બંને સમયે પસંદ કરતા હોય છે.
દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, જેમાં પ્રોટીન, વિટામિન્સથી માંડીને લગભગ તમામ પોષકતત્ત્વો હોય છે.
દૂધમાં લેક્ટોઝ હોય છે, જે ક્યારેક પાચનમાં ગડબડનું કારણ બની શકે છે, જેના કારણે કેટલાકને ઝાડા, પેટનું ફૂલવું અથવા ગેસની સમસ્યા થઈ શકે છે.
જો તમારું વજન વધારે હોય તોપણ તમે દૂધ પી શકો છો, પરંતુ જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો તમે દૂધની જગ્યાએ બટર મિલ્ક અથવા દહીંનો ઉપયોગ કરી શકો છો.
રાત્રે સૂવાના લગભગ એક કલાક પહેલાં દૂધ પીવું જોઈએ. આમ કરવાથી પાચનતંત્ર સારું થાય છે અને ઘણી બીમારીઓમાં રાહત મળે છે.
નવશેકું દૂધમાં એક ચપટી હળદર ભેળવીને રાત્રે પીવાથી વધુ ફાયદો થાય છે.ઉકાળેલું દૂધ પીવું હંમેશા સારું છે. ઉકાળતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે આપણે દૂધને લાંબા સમય સુધી ઉકાળીએ નહીં. વધારે ઉકાળવાથી દૂધનું પોષણ મૂલ્ય ઘટી જાય છે.