તમારા સ્તનની સાઇઝ અચાનક વધવા લાગી છે? જાણો કઇ બીમારીનો થઇ રહ્યા છો શિકાર
બ્રેસ્ટની સાઇઝમાં અચાનક થયેલા વધારાને અવગણશો નહીં. આ ઘણા રોગોની નિશાની હોઈ શકે છે. તેના વિશે યોગ્ય સમયે જાણવું અને તેની સારવાર કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા બ્રેસ્ટની સાઇઝ અચાનક વધવા લાગે તો તે ચિંતાનું કારણ બની શકે છે. આ કેટલાક રોગો સહિત ઘણા કારણોસર થઈ શકે છે. ચાલો જાણીએ કે આવું કેમ થાય છે અને આપણે તેને કેવી રીતે ઓળખી શકીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્મોનલ ફેરફારો: સ્ત્રીઓના શરીરમાં હોર્મોનલ ફેરફારો ક્યારેક બ્રેસ્ટની સાઇઝને અસર કરી શકે છે. આ ફેરફારો પીરિયડ્સ, ગર્ભાવસ્થા અથવા મેનોપોઝ દરમિયાન થઈ શકે છે. જો તમને હોર્મોનલ ફેરફારોને કારણે સ્તનની સાઇઝમાં વધારો લાગે છે તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.
સ્તન કેન્સરઃ સ્તન કેન્સર પણ સ્તનનું કદ વધારવાનું ગંભીર કારણ હોઈ શકે છે. જો તમને તમારા સ્તનમાં દુખાવો, ગઠ્ઠો અથવા કોઈ અસામાન્ય ફેરફાર જણાય તો તરત જ ડૉક્ટર પાસે તપાસ કરાવો. જો સ્તન કેન્સરની વહેલી ખબર પડી જાય તો તેની સારવાર શક્ય છે.
સાઇટ્સ (Cysts) : બ્રેસ્ટમાં સાઇટ્સ થવાથી પણ સાઇઝમાં વધારો થઇ શકે છે. સાઇસ્ટ એક પ્રકારની ગાંઠ હોય છે જે પ્રવાહીથી ભરેલો હોય છે. તે સામાન્ય રીતે હાનિકારક નથી, પરંતુ તેને અવગણવું જોઈએ નહીં. જો તમને સ્તનમાં કોઈ ગાંઠ લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
ફાઈબ્રોએડમોના (Fibroadenoma): ફાઈબ્રોએડનોમા (Fibroadenoma) પણ એક પ્રકારની ગાંઠ હોય છે જે બ્રેસ્ટમાં બની શકે છે. આ ગાંઠ સોલિડ હોય છે અને સામાન્ય રીતે યુવતીઓમાં જોવા મળે છે. તેની સારવાર કરાવવી જરૂરી છે, કારણ કે જો તેને સમયસર દૂર કરવામાં ન આવે તો તે મોટી થઈ શકે છે.
સ્થૂળતા: જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે તો સ્તનનું કદ પણ વધી શકે છે. શરીરમાં ચરબી વધવાથી બ્રેસ્ટની સાઈઝ પણ વધી શકે છે. આવી સ્થિતિમાં હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝથી તમારા વજનને કંટ્રોલ કરો.